ડીસા આપના જિલ્લા કાર્યલય ખાતે જિલ્લા પ્રમુખના અધ્યક્ષસ્થાને હોદેદારો કાર્યકર્તાઓની બેઠક યોજાઈ...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી સક્રિય બની મજબુત સંગથન ઉભું કરવામાં આવી રહ્યું છે આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ ગુજરાતમાં મુલાકાત વધારી દેવામાં આવી છે જેના ભાગરૂપે અમદાવાદ સુરત રાજકોટ દ્વારકા સુરેન્દ્રનગર મહેસાણા સહિત અનેક જિલ્લાઓમાં ઉપસ્થિત રહીને લોકો સાથે જન સંવાદ કાર્યકમ સાથે સંમેલન યોજવામાં આવી રહ્યા છે ત્યારે ઈતિહાસમાં પ્રથમવાર આમ આદમી પાર્ટી દ્વારા લોકોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અમીર ગરીબ અને મધ્યમવર્ગના લોકોને સહેલાઈથી જીવન જીવે શકે તેવી ગેરંટી આપવામાં આવી રહી છે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દર મહિને 300 યુનિટ વિજળી ફી અને દરેક આરોગ્ય સેવાઓ ફી સાથે બેરોજગાર યુવાનો દર મહિને 3000 રૂપિયા ભથ્થું સાથે 18 વર્ષથી ઉપરની મહીલાઓને દર મહિને 1000 રૂપિયા જેવી અનેક ગેરંટી આપવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં 18 હજાર ગામડાંઓ કમિટી બનાવી મજબૂત સંગથન બનાવી દેવામાં આવ્યું છે ત્યારે દરેક ઘરે અને દરેક લોકો સુધી અરવિંદ કેજરીવાલજી દ્વારા આપવામાં આવેલ ગેરંટી લોકો સુધી પહોંચાડવા માટેના આયોજનના ભાગરૂપે આજરોજ હોદેદારો કાર્યકર્તાઓ સાથે જિલ્લા પ્રમુખ ડો રમેશભાઈ પટેલ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક હોદેદારો કાર્યકર્તાઓને પ્રોજેક્ટ હેઠળ માર્ગદર્શન માટે માહીતી આપવામાં આવી હતી અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહીના બાકી છે ત્યારે દરેક વોર્ડમાં દરેક એરીયા અને ગલીઓમાં ગેરંટી કાર્ડ પહોંચાડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું