ગોંડલમાં આડેધડ બાંધકામોમાં દલાતરવાડી જેવી નીતિ અપનાવાઇ હોવાની ઘટનાઓ વચ્ચે અદાલતે આકરુ વલણ દાખવતા નગર પાલીકા તંત્રને દોડાદોડી થવા પામી હતી.અને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા કાર્યવાહી હાથ ધરાઇ હતી.શહેરના પોશ વિસ્તાર ગણાતા મહાદેવવાડીના ન્યાયમંદિર રોડ પર ૨૨૫ ચો.મી.જગ્યામાં નિયમોની ઐસીતૈસી કરી ડોક્ટર વિપુલ વેકરીયા દ્વારા પોતાની હોસ્પિટલ માટે સાત માળનુ બાંધકામ કરાતું હોય પાલીકા દ્વારા નોટિસ અપાઇ હોવા છતા બાંધકામ ચાલુ રહેતા આ વિસ્તારમાં સલામતીના મુદે ઉચાટ ફેલાતા આખરે ગોંડલ રાજવી હિમાંશુસિંહજીએ અદાલતમાં અરજ કરતા અદાલતે જોખમી એવા ગેરકાયદેસર ચણાયેલા બે માળના બાંધકામને તોડી પાડવા હુકમ ફરમાવી એકથી પાંચ માળના બાંધકામને જે છે તે સ્થિતિમાં રાખવા સ્ટે ફરમાવ્યો હતો.