ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જ જીલ્લામાંથી દારૂ જુગારની બદી દુર કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂ-જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, અને શ્રી.જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી વિભાગનાઓએ દારૂ જુગારની પ્રવૃતિ કરતા ઇસમોને પકડવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ.
જે અન્વયે આજરોજ બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી આર.ડી.ચૌધરી તથા હેડ કોન્સ. રજનીકાંત ભરતભાઇ તથા હેડ કોન્સ પ્રદીપભાઇ પીઠાભાઇ તથા પો.કોન્સ મહાવીરસિંહ સિંધવ તથા પો.કોન્સ. રામદેવસિંહ બચુભા એ રીતેના બાબરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખંભાળા ગામે ખંભાળાથી બાબરા રોડ ઉપર એક શંકાસ્પદ મારૂતી અલ્ટો ૮૦૦ વાહન રોકાવવા પ્રત્યન કરતા અંધારાનો લાભ લઇ મારૂતી અલ્ટૉ ૮૦૦ ચાલકે પોતાના હવાલા વાળુ વાહન ભગાડી થોડે દુર મુકી વાહન ચાલક નાસી જતા સદર વાહનમાં ચેક કરતા ભારતીય બનાવટનો IMF વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલો મળી આવેલ જે અંગે અલ્ટો ૮૦૦ના ચાલક વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫ (એ) (ઈ), ૧૧૬ (બી), ૯૮(ર) હેઠળ કાર્યવાહી કરેલ,
*ગુન્હામાં સંડોવાયેલ આરોપીની વિગત*
(૧) ફોર વ્હીલ મારૂતી અલ્ટો ૮૦૦ રજી. નંબર- GJ-02-CA-1180 નો ચાલક વિકાસભાઇ રાહાભાઇ પાડા રહે. ગઢાળા તા. ગઢડા જી. બોટાદ
*પકડાયેલ મુદ્દામાલ*
(૧) ભારતીય બનાવટના પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂની McDowells No 01 COLLECTION WHISKY ૭૫૦ મી.લી. ની બોટલ નંગ ૫૭ કી રૂ.૨૧૩૭૫ (૨) ભારતીય બનાવટના પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂની ROYAL CHALLENGE CLASSIC PREMIUM WHISKY FOR SALE IN HARYANA ONLY ૭૫૦ મી.લી. ની બોટલ નંગ ૭ કીં રૂ.૩૬૪૦ (૩) મારૂતી અલ્ટો-૮૦૦ વાહન રજી. નંબર- GJ-02-CA-1180 કિ.રૂ.૨,૦૦,૦૦૦/- પ્રોહિ મુદ્દામાલની હેરફેર કરતા રેઇડ દરમ્યાન વાહન ચાલક મુકી નાસી ગયેલ..