શ્રી હિમકરસિંહ, પોલીસ અધિક્ષકશ્રી તથા શ્રી બી.વી.જાધવ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ની સૂચના અને માર્ગદર્શન મુજબ તથા શ્રી એસ.એચ.ખમલ રિઝર્વ પોલીસ ઇન્સપેકટર નાઓએ જીલ્લા તાલીમ કેન્દ્ર, પોલીસ હેડ કવાટર્સ ખાતે આયોજન કરવામાં આવેલ.

આ ‘‘Stress relieving program’’’ ના આયોજન અંગેનો હેતુ વર્તમાન સંજોગોમાં સતત ફરજના કારણે પોલીસ અધિકારી/કર્મચારીઓ તણાવમાં રહેતા હોય છે. તેથી, પોલીસ તણાવ મુકત રહી પોતાની ફરજ સારી રીતે બજાવી શકે, તે માટે માનસિક સ્વસ્થ રહે તેવો હતો. આ કાર્યક્રમમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઇશ્ર્વરીય વિશ્વ વિધાલય, અમરેલીના પુનમદીદી, કિંજલદીદી, ગીતાદીદી , બ્રહ્મકુમારીના ભાઇ-બહેનો તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.વી.જાધવ તથા અન્ય પોલીસ અધિકારી /કર્મચારીઓ મળી કુલ-૨૦૦ હાજર રહેલ હતા.

 આ કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટય સાથે કરવામાં આવેલ. ત્યાર બાદ પુનમદીદી દ્રારા પોલીસ માનસિક શાંતિની અનુભિત કરી શકે તે માટે યોગ-ધ્યાન કરાવેલ. બાદ પોલીસ સકારાત્મક વિચારો સાથે પોતાની ફરજ બજાવવી લોકો સાથે લાગણીપુર્વક વ્યવહાર રાખવા સમજાવવામાં આવ્યા. ત્યાર બાદ, કિંજલ દીદી, ગીતા દીદી, દ્રારા ‘‘Stress relieving program’’’ અનુલક્ષી પોલીસને જરૂરી સમજ આપવામાં આવી. આ કાર્યક્રમના અંતમાં શ્રી બી.વી.જાધવ નાયબ પોલીસ અધિક્ષક દ્રારા કાર્યક્રમમાં હાજર બ્રહ્મકુમારીના ભાઇઓ-બહેનો નો આભાર વ્યકત કરી, કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી