સાંતલપુર તાલુકાના‌ વૌવા ગામમાં લમ્પી વાયરસને પગલે અનેક પશુઓના મોત થવા પામ્યા હતા. જેના પગલે ગામના પશુપાલકોની હાલત દયનીય બનવા પામી હતી અને પશુપાલકો દ્વારા સરકાર જોડે મૃતક પશુઓનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાંતલપુર તાલુકાના વૌવા ગામે વાયરસની અસરને પગલે પશુપાલકોની આર્થિક સ્થિતિ નબળી પડવા પામી હતી જેના પગલે પશુપાલકો ચિંતિત થયા હતા.