ઊંચા ભાવના કારણે લોકો તેલ, બટર તથા સાફ સફાઈ માટે બ્રાંડ વગરની વસ્તુઓ ખરીદવા લાગ્યા છે
FMCG ની માત્રામાં 4 ટકાનો વધારો
બ્રાંડ વગરના ખાદ્ય તેલના વેચાણમાં 7 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે

દેશમાં ફાસ્ટ મૂવિંગ કંઝ્યૂમર ગુડ્સ (FMCG)ની માત્રામાં 4 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ આંકડો જૂન 2021થી લઈને 31 મે 2022 સુધીના છે. અહીં ઉલ્લેખનીય છે કે, જૂન 2020થી મે 2021 સુધીના આ આંકડો 7 ટકા હતો. તેનો અર્થ એવો થાય છે કે, લોકોએ એફએમસીજી પ્રોડ્ક્ટ્સને ખરીદવાનું ઘટાડી દીધું છે. આ આંકડાઓ ઘરેલૂ વપરાશની વસ્તુઓ પર નજર રાખતી ફર્મ કેંટર વર્લ્ડ પૈનલે જાહેર કર્યા છે.

રિપોર્ટનું કહેવુ છે કે, ઊંચા ભાવના કારણે લોકો તેલ, બટર તથા સાફ સફાઈ માટે બ્રાંડ વગરની વસ્તુઓ ખરીદવા લાગ્યા છે. લોકો પ્રોડક્ટની વૈલ્યૂ પર વધારે ફોક્સ કરી રહ્યા છે. આ વેલ્યૂનો અર્થ પ્રોડક્ટની કિંમત અને તેની ગુણવત્તાના ધ્યાનમાં રાખીને છે. સમીક્ષાના સમયગાળામાં એફએમસીજી પ્રોડક્ટ્સની વેલ્યૂ ગ્રોથ ઘટીને 8 ટકાએ પહોંચી ગયો છે, જે પાછલા 12 મહિનામાં 12 ટકા પર હતો. તો વળી સરેરાશ કિંમતની વાત કરીએ તો, તે માર્ચ 2019-મે 2020ના 106 રૂપિયાથી વધીને 127 રૂપિયા સુધી પહોંચી ગયો છે. બ્રાંડ વગરના ખાદ્ય તેલના વેચાણમાં 7 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

રિપોર્ટ્ અનુસાર, લોકોએ શેમ્પૂ, ટોયલેટ ક્લિનર અને ડિટર્ઝેંટ જેવી વસ્તુઓની ખરીદી ઘટાડી દીધી છે. જેમણે જરૂરી સામાન કોવિડ 19ની પ્રથમ લહેરમાં ખરીદી કરીને વધારામાં માત્રામાં સ્ટોક કરી રાખ્યો હતો. હવે કોમિડિટીની કિંમતોમાં ફુગાવો આવ્યા બાદ લોકો એવી જ વસ્તુ ખરીદી રહ્યા છે, જે ખૂબ જ જરૂરી હોય.રિપોર્ટ અનુસાર, જે ઘરોનો સર્વે કરવામાં આવ્યો તેમાં 90 ટકા લોકોનું માનવું છે કે, તેઓ એવી પ્રોડ્ક્ટ્સને વધારે મહત્વ આપે છે, જેના પર ઓફર હોય છે. જે અગાઉ આ આંકડો 82 ટકા જ હતો.

રિપોર્ટ અનુસાર, એફએમસીજી પ્રોડક્ટ્સની ત્રણ શ્રેણીઓની વોલ્યૂમ ગ્રોથમાં ઘટાડો આવ્યો છે. તેની ત્રણ શ્રેણી ફુડ એન્ડ બેવરેજ, પર્સનલ કેયર અને હાઉસહોલ્ડર કેર છે. જો કે, સૌથી વધારે ઘટાડો હાઉસહોલ્ડ અને પર્સનલ કેયરમાં જોવા મળ્યો છે. વર્લ્ડ પેનલ ડિવીઝનના સાઉથ એશિયા એમડી કે, રાધાકૃષ્ણનનું કહેવુ છે કે, અમારા ડેટા અનુસાર, વોલ્યૂમમાં કોઈ ઘટાડો આવ્યો નથી, પણ તેનો ગ્રોથ રેટ ઘટ્યો છે. તેમણે કહ્યું કે, તેનું એક કારણ એ પણ હોઈ શકે છે. કે, લોકોએ પાછલા બે વર્ષમાં જે રીતે ખરીદી કરી, તેવી હવે નહીં જોવા મળે. લોકો મોંઘવારીના સમાચાર વાંચી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે, તેને જરૂરિયાતની ખરીદી પર ફરી વાર વિચાર કરવાની જરૂર છે.