કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અમદાવાદના નવા વાડજ ખાતેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા કુલ ₹ ૯.૫૪ કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલી કુલ ૪ અનુપમ(સ્માર્ટ) શાળાઓનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર શાળા નંબર-૨, નારણપુરા ગુજરાતી શાળા નંબર-૬, ઘાટલોડિયા શાળા નંબર-૨ અને થલતેજ શાળા નંબર-૨નું આ પ્રસંગે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઈ- લોકાર્પણ બાદ માનનીય મંત્રી અને મહાનુભાવોએ ગાંધીનગર શાળા નંબર-૨ ની મુલાકાત લઈને સ્માર્ટ શાળા નિહાળી હતી.
૯.૫૪ કરોડનાં ખર્ચે તૈયાર થયેલી આ શાળાઓ
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, બાળકોને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને અનુરૂપ અને આધુનિક પદ્ધતિ સાથેનું શિક્ષણ મળે તે માટે શરૂ કરાયેલી આ અનુપમ શાળાઓ ખરેખર રાજ્યમાં સ્થાપિત ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની સાબિતી આપે છે. કુલ ૨૨ જેટલી અનુપમ શાળાઓનું કામકાજ પૂર્ણ થયું છે જેમાંથી આજે ૪ શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કુલ ₹ ૯.૫૪ કરોડનાં ખર્ચે તૈયાર થયેલી આ શાળાઓ નો ફાયદો શહેરના ગરીબ અને મધ્યમ વર્ગનાં કુલ ૩૨૦૦ જેટલા બાળકોને મળશે.
નારણપુરા ગુજરાતી શાળા નંબર 6, થલતેજ શાળા નંબર બે ઘાટલોડિયા શાળા નંબર બે અને ગાંધીનગર શાળા નંબર બે એમ કુલ ચાર સ્કૂલનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.આજે સવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા નવાવાડજ વિસ્તારમાં ગાંધીનગર શાળા નંબર 2નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
બાળકો સાથે પણ તેઓએ વાતચીત કરી હતી
સમગ્ર સ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી. ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે તેવી સરકારી શાળાઓ તેમણે જોઈ હતી અને ત્યારબાદ સ્કૂલમાં હાજર રહેલા બાળકો સાથે પણ તેઓએ વાતચીત કરી હતી. બે બાળકીઓ સાથે તેઓએ વાતચીત કર્યા બાદ બંને સાથે તેઓએ હાથ પણ મિલાવ્યા હતા.