આગામી દિવસોમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા કમર કસી રહી છે ત્યારે એક તરફ આજે કોંગ્રેસની પરિસ્થિતિ દિવસે ને દિવસે ખૂબ જ ખરાબ થઈ રહી છે કોંગ્રેસના મોટા મોટા નેતાઓ એક પછી એક પાર્ટીમાંથી રાજીનામું આપી પાર્ટી છોડી ચાલવા માંડ્યા છે.
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવે છે અને કાર્યક્રમો કરે છે અને બીજી તરફ આપના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ થોડા થોડા દિવસે ગુજરાત પ્રવાસે આવે છે અને કાર્યકર્તાઓ સાથે મીટીંગો કરે છે, 5 સપ્ટેમ્બરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે એમના આવતા પહેલા ગુજરાત પ્રદેશ યુદ્ધ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને પાર્ટી પર ઘણા બધા આરોપ લગાવ્યા છે.