નવરાત્રી જેવો માહોલ દિયોદર આર્ટસ કોલેજ માં જામ્યો.....

દિયોદર ખાતે આવેલ આદર્શ આર્ટસ કોલેજ માં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોલેજ ખાતે ગણપતિ બાપા ની મૂર્તિ ની સ્થાપના કરી તેમજ આર્ટસ કોલેજ ના સ્ટાફ દ્વારા પુજા અર્ચના તેમજ આરતી કરવામાં આવી હતી ત્યાર બાદ આર્ટસ કોલેજ ના વિધાર્થીઓ ગરબે રમતા નજરે પડ્યા હતા જેમાં ગણેશ ચતુર્થી પર્વ ઉપર નવરાત્રી જેવો માહોલ સર્જાયો હતો અને કોલેજ ના વિધાર્થીઓ ગરબે ઝુમ્યા હતા જેમાં આર્ટસ કોલેજ ના પ્રિન્સીપાલ ભગવાનભાઈ ચૌધરી .તેમજ આર્ટસ કોલેજના શિક્ષકો..જયંતીભાઇ રમેશભાઇ મહેશભાઇ હસમુખભાઇ બાબુભાઇ ભરતભાઇ પ્રકાશભાઇ કમલેશભાઇ પ્રિયંકાબેન સવિતાબેન આશાબેન કાજલબેન હિતેશભાઇ તેમજ આર્ટસ કોલેજ ના વિધાર્થીઓ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો