સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા 2022 કાર્યક્રમ ચાલી રહ્યો છે. તા. ૧-૧૦-૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં જિલ્લાની મતદાર સુધારણાના નિરીક્ષણ અને રોલ ઓબ્ઝર્વર તરીકે જી.એસ.પી.સી. ના ઉચ્ચ અધિકારી કુમારી ભાર્ગવી દવે આઈ.એ.એસ.ની નિમણૂક કરવામાં આવી છે. 

      જિલ્લાની મતદાર યાદી ખાસ સુધારણા અંતર્ગત રોલ ઓબ્ઝર્વર કુમારી ભાર્ગવી દવે આજે કલેકટર કચેરી સભાખંડમાં જિલ્લાના ઈ. આર. ઓ.,એ. ઇ. આર. ઓ. સાથે કલેકટરશ્રી હિતેષ કોયાની ઉપસ્થિતિમાં બેઠક યોજીને જરૂરી સૂચનો અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તૈયાર કરાયેલ પ્રેઝન્ટેશન નિહાળી આંકડાકીય વિગતો મદદની ચૂંટણી અધિકારી ડો. પારૂલબેન પાસેથી જરૂરી વિગતો મેળવી હતી અને નવા મતદારો કે જે ૧૮ વર્ષથી ઉપરના છે તેની નોંધણી તથા લગ્ન થયેલ મહિલા મતદારોની જે તે ગામમાં નામ કમી કરી નવા સરનામે નોંધણી કરવા તથા બી.એલ.ઓ. મારફત જરૂરી ફોર્મ ભરીને તથા ઓનલાઇન એપ્લિકેશન તથા એપ ડાઉનલોડ કરીને ફોટાવાળી મતદાર યાદીમાં સમાવેશ તથા આધારકાર્ડ લિંક કરીને ૬-બ ફોર્મ ભરીને આપવા તે ફોર્મ ચૂંટણીના અધિકારીઓ ચકાસીને તેને આખરી ઓપ આપશે અને યાદી અપડેટ કરી લેશે. રવિવારના દિવસે જે તે બી. એલ. ઓ. મતદાન મથકે હાજર હશે. મામલતદાર પ્રાંત અધિકારી દ્રારા યોગ્ય ચકાસણી કરી આખરી ઓપ અપાશે.

    એસ.એસ.આર ૨૦૨૨ના તા. ૨૧-૮-૨૦૨૨ તથા. ૨૮-૮-૨૦૨૨ દરમિયાન જિલ્લામાં કુલ ૫૪,૨૮૭ ફોર્મ ભરાયેલ છે. જે પૈકિ ૧૮-૧૯ વય જુથના કુલ ૬૧૭૨ ફોર્મ મલેળ છે.     

        જિલ્લામાં આંગણવાડી, સખીમંડળ તથા ડી.આર.ડી.એ દ્રારા મહિલાઓને શ્રમિકના આધાર કાર્ડ ની વિગતો મળી રહેશે, સાથે સાથે થર્ડ જેન્ડરની વિગતો મેળવીને તેમને પણ યાદીમાં સમાવવા જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જિલ્લાના આઠ તાલુકા અને છ નગરપાલિકા વિસ્તારમાં પણ ખાસ ઝુંબેશ દ્વારા મતદાર સુધારણા હાથ ધરવા જણાવ્યું હતું. સાથે  જિલ્લામાં જનજાગૃતિ આવે તે માટે શાળા કોલેજ આઈ.ટી.આઈ, યુનિવર્સિટીમાં સ્વીપ પ્લાન હેઠળ કામગીરી કરવા પણ જણાવ્યું હતું.

    ૨૭ હિંમતનગર, ૨૮ ઇડર, ૨૯ ખેડબ્રહ્મા, 33 પ્રાંતિજ મતદાર નોંધણી અધિકારીઓ તથા મદદનીશ નોંધણી અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ રોલ ઓબ્ઝર્વર દ્વારા માન્ય રાજકીય પક્ષો સાથે પણ ચૂંટણીલક્ષી કામગીરી અંગે સમીક્ષા કરી હતી. આમ ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારીઓ અને પક્ષો સાથે સમીક્ષા કરી થયેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અંતમાં મદદનીશ ચૂંટણી અધિકારી ડૉ. પારુલબેન દ્વારા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.