છોટાઉદેપુર એ કોંગ્રેસનો ગઢ ગણાતો વિસ્તાર છે છોટાઉદેપુર વિધાનસભા ની સીટ પરથી મોહનસિંહ રાઠવા હાલ ધારાસભ્ય છે થોડા વખત પહેલાં તેમને એલાન કર્યું હતું કે તે હવે વિધાનસભાની ચૂંટણી નહીં લડે ત્યારે હવે આ વિધાનસભા સીટ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે, છોટાઉદેપુરના મોહનસિંહ રાઠવા એ ગુજરાત વિધાનસભા ના બહુ સિનિયર ધારાસભ્ય છે તેઓ 11 ટર્મ સુધી વિધાનસભા જીતેલા છે હવે તેમની ઉંમર પણ ઘણી થઈ છે અને શારીરિક રીતે પણ કમજોર થતા તેમને એલાન કર્યું કે હવે આવનારી વિધાનસભાની ચૂંટણી તેઓ નહીં લડે.
મોહનસિંહ રાઠવા એ ત્રણ દિવસ પહેલા એવું જણાવ્યું હતું કે છોટાઉદેપુર વિધાનસભા સીટ પરથી મારા પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા ને ધારાસભ્યની ટિકિટ મળે એવી હું લાગણી ધરાવું છું અને બીજી તરફ છોટાઉદેપુર ના રાજ્ય સભાના સાંસદ નારણ ભાઈ રાઠવા પણ પોતાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા ને છોટાઉદેપુર વિધાનસભા લડવા માટે ટિકિટ મળે એવી માંગણી કરે છે.
હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં આવતી વિધાનસભા ની ચૂંટણી માટે કોંગ્રેસ હાઈ કમાન તરફથી કોણે ટિકિટ મળે છે અને કોણે નથી મળતી અને ટિકિટ ના મળનારની આગળ ની શું રણનીતિ છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે.