ભાવનગર,એલ.સી.બી.નાં પો. હેડ કોન્સ. જયરાજસિંહ જાડેજાને બાતમીરાહે હકિકત મળેલ કે, ઇરફાન ઉર્ફે પાનીયો અશરફભાઇ સુમરા તથા ઇમરાન ઉર્ફે ઇમુ વલીભાઇ લાખાણી, આશીફખાન રશીદખાન પઠાણ શેરી નંબર-૨,એકતાનગર, મોતીતળાવ, કુંભારવાડા પોતાના કબ્જા-ભોગવટાનાં રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાનો હારજીતનો તીનપતીનો જુગાર રમી-રમાડી પોતાનાં આર્થિક લાભ સારુ નાળ ઉઘરાવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે. ’’ જે માહિતી આધારે એલ.સી.બી. સ્ટાફે બાતમીવાળી જગ્યાએ આજરોજ રાત્રીનાં રેઇડ કરતાં ગંજીપત્તાનાં પાનાં-પૈસા વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતાં નીચે મુજબનાં આરોપીઓ-૧૦ ગંજીપતાનાં પાના,રોકડ રૂ.૭૬,૪૦૦/-,મોબાઇલ નંગ-૭ કિ.રૂ.૨૬,૦૦૦/- તથા રેશન કાર્ડની ઝેરોક્ષ-૧ કિ.રૂ.૦૦/-મળી કુલ રૂ.૧,૦૨,૪૦૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવેલ. જે અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. જેમાં મોહિત ઉર્ફે ફુગ્ગી હબીબભાઇ ભાડુલા, ઇરફાન ઉર્ફે ભાણો યુનુસભાઇ તરકવાડિયા, મહેબુબ ઉર્ફે પોપટ વલીભાઇ લાખાણી, જોજબ રહીમભાઇ મોગલ, ઇર્શાદ ઇસુબભાઇ બેલીમ, સોહિલ સલીમભાઇ તરકવાડિયા, ટીપુ સુલ્તાન ઉર્ફે રજાક ઇશાકભાઇ તરકવાડિયા, આરીફભાઇ મહંમદભાઇ ભાડુલા, નીતિનભાઇ પીતાંબરભાઇ મકવાણા, કિરીટસિંહ અખુભા વાળાને ઝડપી લીધા હતા. જયારે ઇરફાન ઉર્ફે પાનીયો અશરફભાઇ સુમરા, ઇમરાન ઉર્ફે ઇમુ વલીભાઇ લાખાણી, આશીફખાન રશીદખાન પઠાણ નાસી છૂટ્યા હતા. જે તમામને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયરાજસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ગોહિલ,મહેન્દ્દભાઇ ચૌહાણ, સાગરભાઇ જોગદિયા, વનરાજભાઇ ખુમાણ, ધર્મેન્દ્દસિંહ ગોહિલ સહીતનો સ્ટાફ જોડાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદ પોલીસે એક્જ વિસ્તાર ના બે ઈસમો ને જાહેરમાં નશો કરેલી હાલતમાં ઝડપી પાડયા.
બોટાદ પોલીસે એક્જ વિસ્તાર ના બે ઈસમો ને જાહેરમાં નશો કરેલી હાલતમાં ઝડપી પાડયા.
ડીસા જુનાડીસા ધરપડા પાટીયા પાસે આઇસર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત સાત થયા ઘાયલ
ડીસા જુના ડીસા ધરપડા પાટીયા પાસે આઈસર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત સાત થયા...
પિતૃ વિધિ માટે લોકો કઈ રીતે કરી રહ્યા છે તર્પણ જુઓ
પિતૃ વિધિ માટે લોકો કઈ રીતે કરી રહ્યા છે તર્પણ જુઓ
वाघेश्वर मंदिर में सावन सोमवार के मौके पर महाप्रसाद का वितरण
वाघेश्वर मंदिर में सावन सोमवार के मौके पर महाप्रसाद का वितरण
इंतजार होगा खत्म, आज जारी होंगे 12वीं कला-विज्ञान और वाणिज्य के नतीजे
राजस्थान माध्यमिक शिक्षा बोर्ड के बारहवीं कला, विज्ञान और वाणिज्य के नतीजे सोमवार को दोपहर 12.15...