વિશ્વમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આલોકોઝે કાબુલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાનમાં ટી-૨૦ મેચ ચાલુ હતી તે સમયે સ્ટેડિયમમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટથી દોડધામ મચી ગઈ હતી. હુમલામાં ચાર લોકો ઘાયલ થયા હતા. જોકે, જાનહાનીના કોઈ અહેવાલ નથી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આલોકોઝે કાબુલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાનમાં શુક્રવારે સાંજે શાપેજા ક્રિકેટ લીગની એક મેચ વખતે સ્ટેડિયમમાં બેઠેલા ક્રિકેટ ફેન્સ વચ્ચે બોમ્બ ફાટયો હતો. આ હુમલો બેન્ડ-એ-આમિર ડ્રેગન્સ અને પામીર જાલ્મી વચ્ચેની એક મેચ દરમિયાન થયો હતો. આ ઘટના પછી બંને ટીમોના ખેલાડીઓને એક બંકરમાં લઈ જવાયા હતા. આ હુમલો થયો તે સમયે સંયુક્ત રાષ્ટ્રના કેટલાક અધિકારી પણ સ્ટેડિયમમાં હાજર હતા. કાબુલ પોલીસ મુખ્યાલયે આ હુમલાની પુષ્ટી કરી છે. જોકે, આ હુમલામાં હજુ સુધી જાનહાની અંગે કોઈ ખુલાસો થયો નથી.


અફઘાનિસ્તાનમાં તાલિબાનો સત્તા પર આવ્યા પછી સતત બોમ્બ વિસ્ફોટો થઈ રહ્યા છે. કાબુલમાં ગુરુદ્વારા કરતા પરવનના ગેટ પાસે થયેલા વિસ્ફોટના બે દિવસ પછી સ્ટેડિયમમાં વિસ્ફોટ થયો છે. જોકે, ગુરુદ્વારા ગેટ પાસેના વિસ્ફોટમાં કોઈ જાનહાની થઈ નહોતી.