જિલ્લા રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજન
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી ખેડા દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા નવરાત્રી રાસ – ગરબા સ્પર્ધાનું આયોજન થનાર છે. આ સ્પર્ધામાં રાસ, પ્રાચીનગરબા અને અર્વાચીન ગરબા એમ કુલ ૦૩ સ્પર્ધાઓનું આયોજન થશે. રાસ સ્પર્ધા માટે ૧૪ થી ૪૦ વર્ષની વયજુથમાં આવતાં સ્પર્ધક ભાગ લઈ શકશે, જ્યારે પ્રાચીન તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષની વયજુથમાં આવતા સ્પર્ધક ભાગ લઈ શકશે. ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકોએ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, મરીડા ભાગોળ, નડીઆદ ખાતેથી નિયત નમુનાનું ફોર્મ મેળવીતા.૧૨/૦૯/૨૦૨૨ સુધીમાં ફોર્મ પરત મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી –ડૉ. ચેતન શિયાણીયાને – ૯૭૨૨૨૧૯૭૭૨ પર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, ખેડા-નડીઆદની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે