મુસ્લિમોના સૌથી પવિત્ર મહિનો એટલે કે રમજાન માસનો આજથી આરંભ થઈ ચૂક્યો છે જેમાં આજે મુસ્લિમોના પવિત્ર રમજાન માસનો પ્રથમ રોજો અને શુક્રવારનો પવિત્ર બરકતી દિવસ હતો જેને લઈ હાલોલ ખાતે હજારો મુસ્લિમ બિરાદારોએ આજથી રમજાન માસના રોજા રાખવાની અને અલ્લાહની ઈબાદતનો શુભારંભ કર્યો છે જેમાં રમજાન માસને લઈને નાના નાના માસુમ ભૂલકાઓ બાળકો બાળકીઓમાં પણ રોજો રાખી અલ્લાહની ઇબાદત કરવાને લઈ અનોખો ઉત્સાહ ઉમંગ અને જોશ જોવા મળી રહ્યો છે જેમાં હાલોલ નગરના કરીમ કોલોનીમાં રહેતા એડવોકેટ બસીર અહેમદ એ. મકરાણીની બે બાળકી જેમાં 7 વર્ષીય અલીનાબાનું અને 9 વર્ષીય ઝોયાબાનુંએ સમગ્ર દિવસ દરમ્યાન ભૂખ્યા તરસ્યા રહી પવિત્ર રમઝાન માસનો આજનો શુક્રવારનો પ્રથમ રોજો રાખી  અલ્લાહની ઈબાદત કરી હતી.