સરકારના મહેસુલ વિભાગના જાહેરનામા ક્રમાંક :: GHM/2022/M-111/PRC/102011/ 2750/H1, તા.૩૦/૦૮/૨૦૨૨થી કપડવંજ શહેરના જટવાડા, અંતિસર દરવાજા, નદી દરવાજા ગોરવાડા, કડીયાવાડ ચકલા, ભાવસાર વાડો, હોળી ચકલા, ખડાયતા વાડી, ઝાંપલી પોળ, નાની વ્હોરવાડ, મોટી વ્હોરવાડ અને કારખાનીયા વાડ વિસ્તારોનેતા.૦૧/૦૬ ૨૦૨૨ થી તા.૩૧/૦૫/૨૦૨૭ સુધી The Gujarat Prohibition Of Transfer Of Immovable Property and Provision For Protection of Tenants From Eviction From Premises In Disturbed Areas Act, 1991ની જોગવાઈ હેઠળ ડીસ્ટર્બ્સ એરીયા (અશાંત વિસ્તાર) જાહેર કરવામાં આવેલ છે.તથા સરકારશ્રીના ગુજરાત અશાંત વિસ્તાર (સુધારા) અધિનિયમ, ૨૦૧૯ (૨૦૨૦ નો ગુજરાત ૧૭ મો) ની કલમ(૨)(ક) મુજબ સરકાર ધ્વારા જે વિસ્તારને અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે તે વિસ્તારની હદની નજીકના પાંચસો મીટરના વિસ્તારનો સમાવેશ અશાંત વિસ્તારમાં થાય છે. આ અધિનિયમની જોગવાઈ અનુસાર આ વિસ્તારોમાં થતી સ્થાવર મિલ્કતોની લે-વેચ માટે ક્લેક્ટરની પુર્વ પરવાનગી મેળવવી જરૂરી છે. આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, કપડવંજ શહેરના જટવાડા, અંતિસર દરવાજા, નદી દરવાજા ગોરવાડા, કડીયાવાડ ચકલા, ભાવસાર વાડો, હોળી ચકલા, ખડાયતા વાડી, ઝાંપલી પોળ, નાની વ્હોરવાડ, મોટી વ્હોરવાડ અને કારખાનીયા વાડ વિસ્તારોમાં તથા આ વિસ્તારોની હદની નજીકના પાંચસો મીટરના વિસ્તારની સ્થાવર મિલ્કતોની લે-વેચ કરતા પહેલા કલેકટર, ખેડા નડિયાદની પૂર્વ પરવાનગી મેળવવા ની રહેશે. આવી પરવાનગી મેળવ્યા સિવાય કરવામાં આવેલ ચવાર મિલ્કતોની તબદીલી ગેરકાયદેસર ગણાશે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं