સિહોરના ખોડિયાર અને નવાગામ વચ્ચે આવેલી જગ્યામાં કોંગ્રેસના નેતા બળદેવ સોલંકી મેદાને પડ્યા છે નવાગામની હદમાં આવેલ આવડ કૃપા કંપનીએ સરકારની પડતર જગ્યા મૂળાના ભાવે. લઈ વગર મજૂરીએ મસ મોટું બાંધકામ કરી જે શરતોને આધીન જગ્યા મળી છે એ શરતોનો ભંગ કર્યો જણાય છે જે હેતુથી સરકારે ભારતીય જનતા પાર્ટીના હોદ્દદારોના લાગતા વળગતા મહેશ કવોરી નામની પેઢી ને કરદેજ ગામના સર્વે નંબર ૩૬૬ પૈકી રર વાળી જમીન ચાર રૂપિયા જેવી નજીવી રકમ ચૂકવી ૧૯૫૩૦ ચોરસ મીટર જગ્યા નવી શરતે આપેલ હતી આ સરકારી જગ્યા ઔધોગિક હેતુ માટે ફાળવવામાં આવી હતી ઔધોગિક હેતુ માટે ફાળવવામાં આવેલી જમીન કઈ રીતે જૂની શરતોમાં તબદીલ થાય એપણએક મોટોપ્રશ્ન છે આ જમીન ભાવનગર રાજકોટ હાઇવે ટચ હોય જમીનની કિંમત ખૂબ જ વધારે હોય છે આ મૂળાના ભાવે વેચેલી જમીન થી સરકારી તિજોરી ને ખૂબ જ મોટું નુકસાન થયું છે સરકારને નાના અને નબળા લોકોને ગ્રામ્ય વિસ્તારમાં રહેવા માટે મફત પ્લોટ ફાળવવાની બાબતમાં સહેજ પણ રસ નથી પરંતુ ભારતીચ જનતા પાર્ટીના હોદ્દેદારોના લાગતા વળગતાઓને મફતના ભાવે પોતાના ઔધોગિક વિકાસ માટે જમીનો ફાળવવામાં રસ છે મુખ્ય બાબત તો એ છે કે આ જગ્યા પાછળ મફતનગર ના લોકો વસવાટ કરે છે જેમનો રસ્તો અને ગૌચરણ માં જવાનો રસ્તો પણ આ કંપની દ્વારા દબાવી દેવામાં આવ્યો છે જે બાબતે આ ગામના મેણસુરભાઈ એ પણ ઘણી વખત રજૂઆત કરેલ છે પરંતુ આ બાબતે અધિકારીઓ દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી જે સાબિત કરે છે કે રાજકીય લોકોનો આ બાબતે ઊંડો રસ હોઈ શકે થોડા સમય પહેલા જ મનસુખભાઇ માંડવીયા અને અન્ય નેતાઓ એ આ જગ્યા ની મુલાકાત લીધી હતી અને દસ હજાર જેવા કંટેનરો બનાવવાનો સરકારી કોન્ટાક્ટ આ કંપની ને આપવામાં આવ્યો છે જોવા જેવી બાબત એ છે કે ભાવનગર કોર્પોરેશન માં ટ્રી ગાર્ડ અને બાકડા મૂકવા માટે અનુભવ ની જરુર ના હોઇ પણ અનુભવો નું સર્ટિફિકેટ માંગવામાં આવે છે 

અને પ્લાસ્ટિક ના રમોકડા બનાવતી કંપની ને કન્ટેનર બનવાનો કોન્ટાક્ટ આપવામાં આવે છે જે સાબિત કરે છે કે કોઈ પણ હિસાબે સરકારી કામો ભાજપ ના મળતિચા કોન્ટાક્ટરે ને જ મળવા જોઈએ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ની માનસિકતા છતી કરે છે સરકાર ને જૂનો પડતર પ્રશ્ન નવાગામ કરદેજ નો રેવન્યુ અલગ કરવાની બાબત માં રસ નથી પણ નેતાઓ ના મામા માસી ના દીકરાઓ તેમજ ભાગીદારો ને મફત માં કેમ ફાયદો થાય તે બાબત માં રસ છે આ બાબતને ધ્યાન માં લઇ ને યોગ્ય નિકાલ કરવામાં નહિ આવે તો ગામ ના લોકો ને સાથે લઈ ને આંદોલન પણ કરવામા આવશે જરૂર પડ્યે હાઈ કોર્ટ ના દરવાજા પણ ખખડાવવા માં આવશે સરકાર ની આ બેવડી નીતિઓ સામે અમારી લડવાનીપણ પુરે પુરી તૈયારી છે હમેશા સરકારી જમીનો કઈ રીતે પોતાના મળતિયાઓને મફત ના ભાવે મળી રહે તે બાબતે આ સરકાર સફાળી જાગતી રહે છે પરંતુ નાના નબળા લોકો ની જરૂરિયાતો ની બાબતમાં સરકાર નિદ્રાધીન રહે છે.