લાખણી ખાતે ક્ષત્રિય સમાજ અને અઢારે આલમ મળીને પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવા માટે લાખણી મામલદાર ને આવેદન પત્ર આપવા માં આવ્યું હતું..
લોકસભા ના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા ના ઉશ્કેરણીજનક અને અપમાન કરતા ભાષણ ને ક્ષત્રિય સમાજ અને સનાતનિ હિન્દુ સમાજો ક્યારેય સાખી નહીં લે અને આ બાબતને સખત શબ્દોમાં વખોડી કાઢે છે, અને આ મહાશય ને માફ પણ નહીં કરે કારણ કે તેઓ ઇતિહાસ જાણતા હોવા છતાં ક્ષત્રિય સમાજ ભારતીય નારીઓની લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્દો જાહેરમાં બોલેલ છે, આથી કરણી સેના, જાગીદાર સમાજ અને સર્વ સમાજો દ્વારા અને ભારતીય સમાજ ની બહેન દીકરીઓની ગરીમાને લાંછન લગાડતું અને ભારતીય અસ્મિતા ને લાંછન લગાડતું ભાષણ કરનાર પુરષોત્તમ રૂપાલા સામે અમે વિનંતી કરીએ છીએ કે ચૂંટણી પંચ દ્વારા લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરોધ ભારતીય બંધારણ અને ભારતીય ફોજદારી ધારાની કલમે તેમજ મહિલા માનવ અધિકાર આયોગ દ્વારા ગુનો દાખલ કરવામાં આવે તેમ જ ભારતીય જનતા પાર્ટી તેમનું સભ્યપદ તેમજ લોકસભાના ઉમેદવાર જાહેર ન કરે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી અને લાખણી તાલુકાના દરેક સમાજ સાથે રહીને સૌ ભાઈઓ અને વડીલો બહોળી સંખ્યામાં પધારી પુરષોત્તમ રૂપાલા ની ટીકીટ રદ કરો ના નારા સાથે લાખણી મામલદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માં આવ્યું હતું..
અશોક ભાટી લાખણી..