સિહોર અમદાવાદ રોડ ગોદાવરી સ્કૂલ નજીક ગટરનો મામલો છેલ્લા બે દિવસથી ખૂબ ચર્ચામાં છે પણ રાહતના સમાચાર એ છે કે અહીં આજથી કામ શરૂ થયું છે છેલ્લા ઘણા દિવસો થી અહીં ગટરના પાણી બાબતની સમસ્યા ઘેરી બની હતી છેલ્લા બે દિવસથી શંખનાદના પત્તે અહેવાલ સ્વરૂપે લોકોની વાત લોકો સુધી નિર્ભય રીતે મૂકી છે અહીં નો વિસ્તાર સિહોરનો પોષ માનવામાં આવે છે અહીં શહેરના અગ્રણીઓ, વકીલો, ઉધોગપતિઓ, ડોક્ટરો, રાજકીય અગ્રણીઓ, વિસ્તારમાં વસવાટ કરે છે અનેક રજૂઆતો છતાં અહીં ગટર સમસ્યાનો ઉકેલ આવતો ન હતો નગરપાલિકાના ચીફઓફિસર અને સ્ટાફ ઘટના સ્થળે દોડી નિરીક્ષણ કરી તાકીદે કામગીરી કરવાંના આદેશો કરવામાં આવ્યા હતા અને આજથી અહીં કામો શરૂ થયા છે જેથી લોકોને રાહત થશે