ભાભરમાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા યોજાઈ

ભારતવિકાસ પરિષદ ભાભર શાખા દ્વારા નગરપાલિકા ટાઉનહોલમાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ

ભારતવિકાસ પરિષદ શાખાના પ્રમુખ જશુભાઈ ઠક્કર, મંત્રી ચિરાગ ત્રિવેદી, શંકરભાઈ પંચાલ, એ.બી.પટેલ, એસ.કે.રાઠોડ ના આયોજનમાં યોજાયેલ આ સ્પર્ધામાં ચાર માધ્યમિક શાળાઓ અને ચાર પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો. અને કાર્યક્રમની શરૂઆતમાં પૂર્વપ્રમુખ એ.બી.પટેલે આ ઉત્સવમાં સહયોગી નગરપાલિકા પ્રમુખ દિપકભાઇ આચાર્ય, આશિષભાઈ ઠક્કર, ભીખાલાલ દરજી અને એસ.કે.રાઠોડ નો આભાર માન્યો હતો. અતિથિ વિશેષ ભાભર મામલતદાર સાહેબે ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સેવાના કામોની સરાહના કરી હતી. ન. પા. પૂર્વપ્રમુખ હરિલાલ આચાર્યે તેમના સંબોધનમાં ભાભર શાખાના અને સમગ્ર ભારત વિકાસ પરિષદ ના સાંસ્કૃતિક કાર્યોની વિગતો આપી હતી. આ સમુહગાન સ્પર્ધામાં તમામ શાળાઓનું પરફોર્મન્સ ખુબજ સારું રહ્યું હતું. માધ્યમિક શાળાઓમાં પ્રથમ નંબરે રાધે સ્કુલ, વિજેતા બની હતી. દ્વિતીય નંબરે.,, લિબર્ટી સ્કુલ અને તૃતીય નંબરે વેંદાત સ્કુલ વિજેતા બની હતી... પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ફિલ્મી ગીતોની તર્જ પર ડાન્સ અને અભિનય જોઈ ઉપસ્થિત મેદની આનંદથી ઝૂમી ઉઠી હતી. સુંદર પરફોર્મન્સ કરનાર સ્પર્ધકોને હિતેશભાઈ સોમાલાલ ઠક્કર ઉર્ફે (હીરાબા), હીરાભાઈ પટેલ અને રાધે સ્કૂલ ટ્રસ્ટી પરસોત્તમ દેસાઈ અને ઉદેસિંહજીએ રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહન આપ્યું હતું.. પ્રાથમિક શાળાઓમાં પ્રથમ. શાળા નંબર 2, અને દ્વિતીય નંબરે. ભાભર નવા 3,, અને તૃતીય નંબરે. સરસ્વતી વિધા વિહાર, અને ચાણક્ય સ્કુલ, વિજેતા જાહેર કરવામાં આવ્યા. આ સ્પર્ધામાં ભારત વિકાસ પરિષદ પ્રાંત મંત્રી હીરાભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને મંત્રી ચિરાગભાઈ ત્રિવેદીએ દિયોદરથી પધારેલ શાખાના હોદ્દેદારો અને નિર્ણાયકોનો તેમજ શાળાના આચાર્યો, વિદ્યાર્થીઓ તેમજ નગરજનો નો આભાર માન્યો હતો.