કોરોના ના બે વર્ષ બાદ કરતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વઢવાણ, જોરવારનગર, રતનપર,સુરેન્દ્રનગર શહેરના મેળાના મેદાનમાં ઝાલાવાડ કા રાજા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે . આયોજક શ્રી પરમવીરસિંહ વિક્રમસિંહ પરમાર દ્વારા ઝાલાવાડ નો સૌથી વિશાળ ગણપતિ મહોત્સવ ઝાલાવાડ કા રાજા 10 વર્ષથી ઉજવાઈ રહ્યો છે આ ગણેશ સ્થાપના વૈદિક મંત્રચાર સાથે ગણેશ સ્થાપના થઈ હતી. તારીખ 31 ઓગસ્ટ થી આઠ સપ્ટેમ્બર સુધી રોજ રાત્રે આરતી તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં ગઈકાલે ગણેશ ડ્રોઈંગ કોમ્પીટીશન યોજવામાં આવી હતી. આજરોજ જુનિયર ડાન્સ, નાટક,ફ્રી મેડિકલ કેમ્પ, રાસ ગરબા કોમ્પ્યીટીશન વગેરે કાર્યક્રમો રોજ યોજવામાં આવે છે. આ સમયે સુરેન્દ્રનગરની જનતા તથા ધર્મ પ્રેમીઓ ઉમટી પડ્યા હોય છે. બાલા હનુમાન પાસે આવેલ વાદીપરા શેરી નંબર ૬ ના ખૂણા પાસે છેલ્લા 22 વર્ષથી વાદીપરા યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. તેઓ રક્તદાન શિબિર કુદરતી આફત સમયે અસરગ્રસ્તો ને મદદ, ગરીબ વિદ્યાર્થીઓ માટે પુસ્તક વિતરણ, અબોલ પશુ પક્ષીઓની સેવા, વ્યસનમુક્તિ અભિયાન,ગૌશાળામાં સેવા , શિયાળામાં ધાબળા વિતરણ, ફ્રી મેડિકલ સારવાર કેમ્પ તેમજ દર્દીઓને ફૂડ વિતરણ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.