દર્દી નું નામ કુલદીપ ભદ્રેશભાઈ વોરા 3 થી 4 દિવસ થી તાવ આવે છે, તો પહેલા શાહપુર માં અર્બન સેન્ટર માં દવા કરાઈ પણ તે દવા થી ઠીક ના થયુ પછી ટાઈફોડ નો રિપોર્ટ કરાયો અંકુર કામેશ્વર મેડિકલ સેન્ટર માં બુધવારે રિપોર્ટ કરાયો, ત્યાં ટાઈફોડ ના રિપોર્ટ માં પોઝેટીવ આવ્યું તો અમે બીજે દિવસે MD ડોક્ટર ને રિપોર્ટ બતાયો, તો રિપોર્ટ જોતા MD ડૉક્ટર એવુ કીધું કે આ રિપોર્ટ ખોટો છે, 1.80 સુધી વાયરલ ઇન્ફેક્શન કહેવાય, પણ રિપોર્ટ માં 1.40 માં પોઝેટીવ લખ્યું છે, ત્યાં થી અમે કામેશ્વર મેડિકલ સેન્ટર જે અંકુર બસ સ્ટોપ પાસે આવેલ છે ત્યાં ગયા ત્યાં ના રેડીયોલોજીસ્ટ ડોક્ટર ભાસ્કરભાઈ શાહ ને મળ્યા, ત્યાં આ દર્દી ને એવુ કીધું કે આ અમારી ભૂલ થઇ છે, દર્દી એ ડૉક્ટર ને એવુ કીધું લેખિત માં ભૂલ થઇ છે તે લખી આપો તો આનો જવાબ પણ ના આપ્યો, ઉપર એવી ધમકી આપે છે જે થાય તે કરી લેજો જેને કેહવું હોય તેને કઈ દેજો, ત્યાં ના ડૉક્ટર ની આવી દાદાગીરી ચલાવી દેવા માં આવે છે, એક બાજુ દર્દી ને કઈ પણ થાય તો તેને ડૉક્ટર જોડે લઇ જવાય છે કેમ કે ડૉક્ટર ને ભગવાન નો અવતાર માનવામાં આવે છે શા માટે મેડિકલ ટેસ્ટ માં ચાલતા આવા કૌભાંડો ચલાવી દેવા માં આવે છે, લોકો ના આરોગ્ય સાથે ચેડા કરવા નો અધિકાર કોને આપ્યો..કોના 4 હાથ છે કામેશ્વર મેડિકલ સેન્ટર ઉપર, આ ને જોતા દેખાઈ રહ્યું છે કે કોરોના સમય માં શુ રિપોર્ટ માં મિલી ભગત નઈ હોય? ડૉક્ટર જોડે કે પછી ડૉક્ટર જાણતા હોવા છતાં પણ આંખ આડા કાન કરે છે. કેમ કામેશ્વર મેડિકલ સેન્ટર આવા બોગસ ભાસ્કર ને છાવરે છે. આ માટે કામેશ્વર તેમજ ડૉક્ટર ભાસ્કર વિરુદ્ધ આગળ પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી છે, અમારો એક જ ધ્યેય છે ખોટા સામે લડવુ અને જનતા ને ન્યાય મળે, આવી લોભામણી લેબ થી લોકો બચે અને સમાજ ને ન્યાય મળે, આવનારા સમય માં કોઈ બીજા સાથે આ રીતના ખોટા રિપોર્ટ ના બને.