મનોજ સોરઠિયા પર હુમલો દર્શાવે છે કે ભાજપ ખૂબ જ હેરાન છે, તેમને સમજાતું નથી કે હવે શું કરવું, તેઓ પોતાની હાર જોઈ રહ્યા છેઃ અરવિંદ કેજરીવાલ*

*અમે આમ આદમી પાર્ટી વાળા છીએ, અમે સરદાર પટેલ અને ભગતસિંહને પોતાના આદર્શ માનીએ છીએ. અમે કાયર નથી, અમે અન્યાય અને ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી લડીશું: અરવિંદ કેજરીવાલ*

*અમે એક સર્વે કરાવ્યો છે, સુરત વિધાનસભાની 12 બેઠકોમાંથી 7 બેઠકો આમ આદમી પાર્ટીને મળી રહી છે અને હું સમજું છું કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ આ 7 બેઠકો પણ વધશેઃ અરવિંદ કેજરીવાલ*

*ગુજરાતની જનતા પાસે આજે વધુ સારો વિકલ્પ છે અને ઉપરવાળાના આશીર્વાદને કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં પરિવર્તનનું વાતાવરણ સર્જાયું છેઃ અરવિંદ કેજરીવાલ*

*ધર્મનો સાથ આપવા આમ આદમી પાર્ટીને સાથ આપોઃ અરવિંદ કેજરીવાલ*

*હજુ તો ઘણી FIR થશે, ED આવશે, CBI આવશે, દંડા મારશે, માથા ફાડી નાંખશે પણ અમે હાથ નહીં ઉપાડીએ: અરવિંદ કેજરીવાલ*

*ભાજપના નેતાઓને જ્યારે મફતમાં સુવિધા મળે છે ત્યારે તેમને તે રેવડી નથી લાગતી, પરંતુ જ્યારે અમે જનતાને તે જ સુવિધા મફતમાં આપવાની વાત કરીએ છીએ ત્યારે ભાજપના નેતાઓને તે રેવડી લાગે છેઃ અરવિંદ કેજરીવાલ*

*આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે રાજ્ય પરિવહનનાં કર્મચારીઓની તમામ માંગણીઓ 1 મહિનામાં પૂરી કરવામાં આવશે: અરવિંદ કેજરીવાલ*

*ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, પોલીસકર્મીઓની તમામ માંગણીઓ સ્વીકારવામાં આવશે અને કોઈ શરત નહીં કરવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ*

*27 વર્ષ પછી ચૂંટણીના 3 મહિના પહેલા તેમને કર્મચારીઓની યાદ આવી છે, 27 વર્ષમાં તેમણે કર્મચારીઓ માટે કામ કર્યું નથી: અરવિંદ કેજરીવાલ*

*ભાજપે આજ સુધી ભાજપના કાર્યકરો માટે કંઈ કર્યું નથી, તેથી હું ઈચ્છું છું કે તેઓ ભાજપમાં રહીને જ આમ આદમી પાર્ટી માટે કામ કરે: અરવિંદ કેજરીવાલ*

*હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે પંચાયત પસંદગી બોર્ડમાં પસંદ કરાયેલા 6000 કર્મચારીઓને વહેલી તકે નિમણૂક પત્રો આપેઃ અરવિંદ કેજરીવાલ*

*ગુજરાતમાં ભાજપના નેતાઓ દર વર્ષે 20,000 કરોડનો ગેરકાયદેસર દારૂનો ધંધો કરે છેઃ ગોપાલ ઈટાલિયા*

*ભાજપને આમ આદમી પાર્ટીથી ડર લાગવા લાગ્યો છે, તેથી ગભરાહટમાં આ લોકો CBIની, જેલની, FIR નું રાજકારણ રમી રહ્યા છેઃ ગોપાલ ઈટાલિયા*

*ગુજરાત બંદરે ડ્રગ્સની હેરફેર કરવી સરળ છે? શું અહીં સરકારનો સપોર્ટ મળે છે?: ગોપાલ ઇટાલિયા*

*અમદાવાદ/રાજકોટ/ગુજરાત*

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી 2 સપ્ટેમ્બરે ગુજરાત આવી પહોંચ્યા હતા.અરવિંદ કેજરીવાલજી બપોરે પોરબંદર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાંથી અરવિંદ કેજરીવાલજી દ્વારકા પહોંચ્યા. ત્યાં અરવિંદ કેજરીવાલજીએ ખેડૂતોને 6 મહત્વની ગેરંટી આપી. ત્યારબાદ તેઓ દ્વારકાના વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં ગયા અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં માથું નમાવ્યું. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી પોરબંદર એરપોર્ટ થઈને રાજકોટ પહોંચ્યા હતા. આજે 3જી સપ્ટેમ્બરે રાજકોટમાં અરવિંદ કેજરીવાલજીએ મીડિયા સામે કેટલાક મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી.

*27 વર્ષ પછી ચૂંટણીના 3 મહિના પહેલા તેમને કર્મચારીઓની યાદ આવી છે, 27 વર્ષમાં તેમણે કર્મચારીઓ માટે કામ કર્યું નથી: અરવિંદ કેજરીવાલ*

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ એક મહત્વનાં મુદ્દા સંદર્ભે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી મનોજ સોરઠીયા પર સુરતમાં હુમલો થયો હતો. તેમનું માથું ફૂટી ગયું હતું, તેમને માથામાં ઘણા ટાંકા આવ્યા છે. તેમનો શું વાંક હતો? તેઓ માત્ર ગણપતિ પંડાલની વ્યવસ્થા જોવા માટે જ ઉભા હતા. આ ગુજરાતની સંસ્કૃતિ નથી, આ આપણા દેશની સંસ્કૃતિ નથી, આ હિન્દુ સંસ્કૃતિ નથી, આ આપણા સંસ્કાર નથી. આ વાતની જાણ ગુજરાતના ખૂણે-ખૂણેથી દરેકને જાણ થતાં લોકોમાં ભારે ગુસ્સો છે. તેમની ગુંડાગીરી હવે એટલી બધી વધી રહી છે કે દરેક જગ્યાએ તેઓ લોકોને ડરાવતા રહે છે. આ પ્રકારના હુમલા દર્શાવે છે કે ભાજપ ખૂબ જ હેરાન છે, તેમને સમજાતું નથી કે હવે શું કરવું, તેમને તેમની હાર દેખાઈ રહી છે.

*અમે આમ આદમી પાર્ટી વાળા છીએ, અમે સરદાર પટેલ અને ભગતસિંહને પોતાના આદર્શ માનીએ છીએ. અમે કાયર નથી, અમે અન્યાય અને ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી લડીશું: અરવિંદ કેજરીવાલ*

હું તેમને કહેવા માંગુ છું કે અમે કોંગ્રેસ નથી. તમે તમારો સ્વભાવ બદલી દો. અત્યાર સુધી તમે કોંગ્રેસ સાથે ડીલ કરતા હતા, પરંતુ અમે આમ આદમી પાર્ટીના છીએ, અમે સરદાર પટેલ અને ભગતસિંહને અમારા આદર્શ માનીએ છીએ. અમે કાયર નથી, અમે અન્યાય અને ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી લડીશું. હું જનતાને કહેવા માંગુ છું કે આપણે થોડો વધુ સંયમ રાખવાની જરૂર છે, આવનારા સમયમાં તેઓ વધુ હુમલા કરશે. માત્ર આમ આદમી પાર્ટી પર જ નહીં, આ લોકો પર સામાન્ય જનતા પર પણ હુમલા કરાવશે. જો લોકોમાંથી કોઈ કહેશે કે અમે આમ આદમી પાર્ટીને વોટ આપવાનાં છીએ તો તેઓ તેમના પર પણ હુમલો કરાવશે. આપણે ધીરજ રાખવી પડશે. હિંસા કરવાની નથી. પરંતુ સંયમ સાથે, જ્યારે ચૂંટણી થશે ત્યારે આમ આદમી પાર્ટી માટે તમારો બટન દબાવીને તે લોકોને જવાબ આપવાનો છે.

*અમે એક સર્વે કરાવ્યો છે, સુરત વિધાનસભાની 12 બેઠકોમાંથી 7 બેઠકો આમ આદમી પાર્ટીને મળી રહી છે અને હું સમજું છું કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ આ 7 બેઠકો પણ વધશેઃ અરવિંદ કેજરીવાલ*

આજે હું સુરતમાં ગણપતિ બાપાની મહાઆરતીમાં હાજરી આપવાનો છું. હું તેમના આશીર્વાદ લેવાનો છું. હું સુરતવાસીઓને વિનંતી કરું છું કે સૌ ત્યાં આવો, આખું સુરત એકઠું થાવ, આપણે સૌ સાથે મળીને ત્યાં ભગવાનની પૂજા કરીશું. ગુજરાતના સુખ, શાંતિ, ગુજરાતના વિકાસ અને ગુજરાતની સમૃદ્ધિ માટે ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરીશું. આ લોકો જેટલા વધુ હુમલા કરી રહ્યા છે, તેટલા જ તેમની સામે પડી રહ્યા છે. આ હુમલાથી સુરતના તમામ લોકો નારાજ છે. અમે એક સર્વે કરાવ્યો છે. સુરત વિધાનસભાની 12 બેઠકોમાંથી 7 બેઠકો આમ આદમી પાર્ટીને મળી રહી છે અને હું સમજું છું કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ આ 7 બેઠકો પણ વધશે.

*આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે રાજ્ય પરિવહનનાં કર્મચારીઓની તમામ માંગણીઓ 1 મહિનામાં પૂરી કરવામાં આવશે: અરવિંદ કેજરીવાલ*

હું તમામ રાજ્ય પરિવહનના કંડક્ટર અને ડ્રાઇવર કર્મચારીઓનો આભાર માનું છું. મેં સાંભળ્યું છે કે ભુજમાં ભાજપની એક મોટી સભા હતી અને ત્યાં પહોંચેલી તમામ બસોના ડ્રાઇવરો અને કંડક્ટરોએ આવતા-જતા દરેક મુસાફરને કહ્યું હતું કે આ વખતે પરિવર્તન થવું જોઇએ. માટે જ આ વખતે બધાએ ઝાડુને મત આપજો. તે મીટીંગમાં ગયેલા તમામ લોકોએ નક્કી કર્યું છે કે ભલે અમે તેમની મીટીંગમાં ગયા હતા, પરંતુ અમે વોટ તો આમ આદમી પાર્ટીને જ આપીશું. એટલા માટે હું ટ્રાન્સપોર્ટના તમામ કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને હું કહેવા માંગુ છું કે તમારે આ કામ દરરોજ કરવાનું છે. તમારે દરેક મુસાફરને કહેવું પડશે કે આમ આદમી પાર્ટીને જ વોટ આપો. ઉપકારને ભૂલી જાવું તેવો નમકહરામ નથી. હું તમારો ઉપકાર કદી નહીં ભૂલું. અને આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ રાજ્ય પરિવહનના કર્મચારીઓની તમામ માંગણીઓ 1 મહિનામાં પૂરી કરવામાં આવશે.

*ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, પોલીસકર્મીઓની તમામ માંગણીઓ સ્વીકારવામાં આવશે અને કોઈ શરત નહીં કરવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ*

પોલીસ કર્મચારીઓની માંગણી હતી કે તેમને ગ્રેડ પે મળવો જોઈએ. સરકારે તેમને ગ્રેડ પે આપ્યો નથી, પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓએ કહ્યું કે અમે તેમના ભથ્થા વધારીએ છીએ. ભથ્થું વધારવા માટે જે જાહેરાત આવી હતી તેમાં તેણે એવી શરતો મૂકી હતી કે તમારે એફિડેવિટ પર સહી કરીને આપવી પડશે. જેમાં લખ્યું છે કે, તમે વિરોધ પ્રદર્શન નહીં કરો, તમે કોર્ટમાં નહીં જઇ શકો. ભારત એક આઝાદ દેશ છે. જ્યાં દરેક માનવીને બંધારણ હેઠળ અધિકાર આપવામાં આવ્યા છે કે તેને વિરોધ કરવાની અને કોર્ટમાં જવાની છૂટ છે. હું તમામ પોલીસ કર્મચારીઓને કહેવા માંગુ છું કે આ શરતો ઉપર કોઈએ સહી કરવી જોઇએ નહીં. ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, પોલીસકર્મીઓની તમામ માંગણીઓ સ્વીકારવામાં આવશે અને કોઈ શરત નહીં કરવામાં આવે. અંદરખાને જેવી રીતે તમે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છો તેવો પ્રચાર ચાલું રાખજો.

*27 વર્ષ પછી ચૂંટણીના 3 મહિના પહેલા તેમને કર્મચારીઓની યાદ આવી છે, 27 વર્ષમાં તેમણે કર્મચારીઓ માટે કામ કર્યું નથી અરવિંદ કેજરીવાલ*

મારી પાસે આંગણવાડી અને આશા વર્કર આવ્યા, 108નો સ્ટાફ આવ્યો, મેડિકલ સ્ટાફ આવ્યો, ટ્રાફિક કર્મચારીઓ આવ્યા, ગ્રામ રક્ષક દળના લોકો આવ્યા, ઓટો ડ્રાઇવરો આવ્યા, આઉટસોર્સ ના કર્મચારીઓ આવ્યા, હોમગાર્ડના લોકો આવ્યા, સમુદ્ર સંરક્ષણ દળના લોકો આવ્યા, હું સૌને કહેવા માંગું છું કે આવનારા દિવસોમાં સૌને અલગ અલગ મળીશ. અમે દરેક જૂથ સાથે ટાઉન હોલ કરીશું. અમે દરેક સાથે વાત કરીશું. સમય ઓછો છે, તમે બધા પોતપોતાની રીતે પ્રચાર કરો. સોશિયલ મીડિયા પર પ્રચાર કરો. મેં સાંભળ્યું છે કે હવે તેમણે ગુજરાતના ત્રણ-ચાર મંત્રીઓની એક કમિટી બનાવી છે કે તમે કર્મચારીઓના જુદા જુદા વર્ગને મળો અને તેમની સમસ્યાઓનું સમાધાન કરો. 27 વર્ષ પછી ચૂંટણીના 3 મહિના પહેલા તેમને કર્મચારીઓની યાદ આવી છે, 27 વર્ષમાં તેમણે કર્મચારીઓ માટે કામ કર્યું નથી. 27 વર્ષમાં તેણે પોલીસ કર્મચારીઓ માટે કંઈ કર્યું નથી. 27 વર્ષમાં તેમણે ટ્રાન્સપોર્ટના કર્મચારીઓ માટે કંઈ કર્યું નથી. 27 વર્ષમાં તેમણે આંગણવાડી અને આશા વર્કરો માટે કંઈ કર્યું નથી. 27 વર્ષમાં તેમણે હોમગાર્ડ અને મેડિકલ સ્ટાફ માટે કંઈ કર્યું નથી. કેમકે એમની નિયત ખરાબ છે. આ લોકો કર્મચારીઓ માટે કંઈ કરવા માંગતા નથી. અત્યારે આ લોકો કર્મચારીઓને લોલીપોપ આપીને એમને ફોસલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હું સૌને કહેવા માંગુ છું કે તેમની વાતોમાં ન આવતા. તેઓ હવે જુઠ્ઠું બોલશે, ખોટા વચનો આપશે અને ચૂંટણી પછી તમારા પર લાકડીઓ ઉગામશે, તેઓ તમને કશું આપવાના નથી.

*ભાજપે આજ સુધી ભાજપના કાર્યકરો માટે કંઈ કર્યું નથી, તેથી હું ઈચ્છું છું કે તેઓ ભાજપમાં રહીને જ આમ આદમી પાર્ટી માટે કામ કરે: અરવિંદ કેજરીવાલ*

અમને ભાજપના નેતાઓ નથી જોઈતા. ગુજરાતના ગામડે ગામડે વર્ષોથી મહેનત કરનાર ભાજપના પન્ના પ્રમુખને હું કહેવા માંગુ છું કે તમે લોકો દાયકાઓથી ભાજપ માટે રાત-દિવસ કામ કરો છો, પણ તમને શું મળ્યું? ભાજપના લોકોએ ન તો તમારા બાળકો માટે સારી શાળાઓ બનાવી અને ન તો તમારા માટે સારી હોસ્પિટલ બનાવી સારવાર કરાવવા માટે, ભાજપના ઘણા કાર્યકરોએ ઘરના દાગીના અને જમીનો ગીરવે મુકવી પડી, તમારે ભારે ભરખમ મોંઘી વીજળીના બીલ ચૂકવવા પડે છે તેથી હું તમને અપીલ કરૂ છું કે તમે લોકો ભાજપમાં રહો પણ આમ આદમી પાર્ટી માટે કામ કરો. જો તમને ભાજપના લોકો પૈસા આપે છો, તો તમે તેમની પાસેથી તે પૈસા લઇ લો કારણ કે આમ આદમી પાર્ટી પાસે પૈસા નથી, તો તેમની પાસેથી પૈસા લો અને અમારા માટે કામ કરો. અને જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે તમારું વીજળીનું બિલ શૂન્ય થઈ જશે. જો અમારી સરકાર બનશે તો અમે તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું, સારી આરોગ્ય વ્યવસ્થા આપીશું, મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપીશું, વીજળી ફ્રી કરીશું, આ બધું ફક્ત આમ આદમી પાર્ટી જ કરી શકે છે, તો પછી શું ફાયદો ભાજપ માટે કામ કરવાનો?

*હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે પંચાયત પસંદગી બોર્ડમાં પસંદ કરાયેલા 6000 કર્મચારીઓને વહેલી તકે નિમણૂક પત્રો આપેઃ અરવિંદ કેજરીવાલ*

ગુજરાતમાં પંચાયત પસંદગી બોર્ડ છે, જેમાં 6000 કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેમને નિમણૂક પત્રો આપવામાં આવ્યા નથી, તેથી હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે તેઓને નિમણૂક પત્રો આપવામાં આવે જેથી લોકો તેમની નોકરી શરૂ કરી શકે. જો તેમની નોકરી શરૂ થશે તો તેમને પગાર મળવા લાગશે અને તેમના ઘરના ખર્ચા પાણી નથી નીકળતા તે ખર્ચા પાણી તેઓ કાઢી શકશે.

*ભાજપના નેતાઓને જ્યારે મફતમાં સુવિધા મળે છે ત્યારે તેમને તે રેવડી નથી લાગતી, પરંતુ જ્યારે અમે જનતાને તે જ સુવિધા મફતમાં આપવાની વાત કરીએ છીએ ત્યારે ભાજપના નેતાઓને તે રેવડી લાગે છેઃ અરવિંદ કેજરીવાલ*

ભાજપના લોકો કહે છે કે ગુજરાતની જનતાને મફત રેવડી નથી જોઈતી, પરંતુ હું કહેવા માંગુ છું કે ભાજપના નેતાઓ પોતે 4000 યુનિટ મફત વીજળી લે છે, પરંતુ અમે જનતાને 300 યુનિટ મફત વીજળી આપવા માંગીએ છીએ તો તેમને મુશ્કેલી છે. ભાજપના નેતાઓ, મંત્રીઓ, સાંસદોઓ, દરેકને મફત હવાઈ મુસાફરીની સુવિધા મળે છે, તો મારો એક જ મુદ્દો છે કે ગુજરાતની જનતા માટે બસ મુસાફરી તો મફત કરો. ભાજપના નેતાઓને જ્યારે મફતમાં સુવિધા મળે છે ત્યારે તેમને તે રેવડી નથી લાગતી, પણ જ્યારે અમે જનતાને એ જ સુવિધા મફતમાં આપવાની વાત કરીએ છીએ ત્યારે ભાજપના નેતાને તે રેવડી લાગે છે.

*ગુજરાતની જનતા પાસે આજે વધુ સારો વિકલ્પ છે અને ઉપરવાળાના આશીર્વાદને કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં પરિવર્તનનું વાતાવરણ સર્જાયું છેઃ અરવિંદ કેજરીવાલ*

હું ગુજરાતમાં વિવિધ વર્ગોના કર્મચારીઓને મળ્યો છું. મેં જોયું છે કે દરેક કર્મચારી વર્ગના પ્રશ્નો અલગ અલગ છે, પોલીસકર્મીઓના પ્રશ્નો અલગ છે, ડ્રાઈવર કંડક્ટરના ઓછા પગારનો મુદ્દો અલગ છે, કેટલાક લોકો એવા છે કે જેઓ કાચી નોકરી નોકરી કરે છે તેમને પાકી નોકરી આપીશું. બસ હું એટલું જ કહેવા માંગુ છું કે 27 વર્ષના શાસન પછી ભાજપ સરકારની અંદર એટલો ઘમંડ આવી ગયો છે કે તેઓ કોઈનું સાંભળતા નથી, જનતાનું સાંભળતા નથી અને ત્યાં સુધી કે એ લોકો જનતાને માણસ પણ નથી માનતા. પરંતુ સારી વાત એ છે કે ગુજરાતની જનતા પાસે આજે વધુ સારો વિકલ્પ છે અને ઉપરવાળાના આશીર્વાદને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં પરિવર્તનનું વાતાવરણ સર્જાયું છે.

*ધર્મનો સાથ આપવા આમ આદમી પાર્ટીને સાથ આપોઃ અરવિંદ કેજરીવાલ*

જ્યારે સમાજમાં અધર્મ ખૂબ વધી જાય છે, ત્યારે ધર્મ માટે કામ કરવાની જવાબદારી જનતાની છે. અત્યારે ભ્રષ્ટાચાર અને ગુંડાગીરી ખૂબ વધી ગયા છે. તમને મીડિયાના લોકોને પણ ઘણી ધમકીઓ આપવામાં આવે છે. આજે સવારે મને ઘણા સંપાદકોના ફોન આવ્યા જેમણે મને કહ્યું કે તેમને ઉપરથી ધમકી આપવામાં આવી રહી છે અને કહેવામાં આવ્યું છે કે કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ ક્યાંય બતાવવાની નથી. આ ગુંડાગીરી, આ અધર્મને રોકવો જોઇએ અને આ અધર્મના શાસનને ખતમ કરીને ધર્મનું શાસન સ્થાપિત કરવા માટે દરેકે લડાઇ લડવી પડશે. ધર્મનો સાથ આપવા માટે આમ આદમી પાર્ટીનો સાથ આપો.

*હજુ તો ઘણી FIR થશે, ED આવશે, CBI આવશે, દંડા મારશે, માથા ફાડી નાંખશે પણ અમે હાથ નહીં ઉપાડીએ: અરવિંદ કેજરીવાલ*

ભાજપના લોકોને ગમે તેટલો અત્યાચાર કરવો હોય તેમને કરવા દો. હજી ઘણી FIR થશે, ED આવશે, CBI આવશે, ડંડાઓનો વરસાદ થશે, માથા ફાડી નાંખશે, પણ અમે હાથ નહીં ઉપાડીએ કારણ કે હિંસા કરનારા લોકો કાયર છે. અમે ઈમાનદારીની લડાઇ લડી રહ્યા છીએ, સત્ય માટે લડી રહ્યા છીએ અને એ જ માર્ગ પર ચાલતા રહીશું.

*ગુજરાતમાં ભાજપના નેતાઓ દર વર્ષે 20,000 કરોડનો ગેરકાયદેસર દારૂનો ધંધો કરે છેઃ ગોપાલ ઈટાલિયા*

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા કહ્યું કે, મારી ઉપર કોઇ વાતને લઇને FIR નોંધવામાં આવી છે. હું માનું છું કે ગુજરાતના બંદરેથી વારંવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ વારંવાર પકડાય છે. અને ગુજરાત મારફતે સમગ્ર દેશમાં એનો સપ્લાય થાય છે. ગુજરાતમાં દર વર્ષે 20,000 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર દારૂનો ધંધો ભાજપના નેતાઓ કરે છે. લઠ્ઠાકાંડમાં પણ આપણે જોયું કે ભાજપના જિલ્લા પ્રમુખ સંડોવાયેલા હતા. ગુજરાતમાં બેકાબૂ રીતે નશો થઇ રહ્યો છે. ઝેરી દારૂ, ગેરકાયદેસર દારૂનું વેચાણ, બંદરે આવતા ડ્રગ્સ, ચારેબાજુ નશો જ નશો છે. નશાખોરો, નશીલા પદાર્થોને વેચનારાઓ અને ગુજરાતમાં ડ્રગ્સની સપ્લાય કરનારાઓને પકડવાને બદલે ગૃહમંત્રી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સામે FIR નોંધવી યોગ્ય માની રહ્યા છે. તેથી હું આશા રાખું છું કે ભગવાન ગણેશજી ગૃહમંત્રીને સદબુદ્ધિ આપે.

*ભાજપને આમ આદમી પાર્ટીથી ડર લાગવા લાગ્યો છે, તેથી ગભરાહટમાં આ લોકો CBIની, જેલની, FIR નું રાજકારણ રમી રહ્યા છેઃ ગોપાલ ઈટાલિયા*

મારી સામે FIR નોંધવાથી ગુજરાતના બંદરે ડ્રગ્સનો સપ્લાય બંધ નહીં થાય. તેના માટે તમારે ઇન્ટરનેશનલ ડ્રગ પેડલર, આ ધંધામાં સંડોવાયેલા ભાજપના નેતા અને દારૂનું વેચાણ કરતા ભાજપનાં નેતાઓ સામે FIR નોંધવી પડશે. મેં મારા જીવનમાં આવું કામ ક્યારેય કર્યું નથી. મેં ક્યારેય નશીલા પદાર્થનું સેવન કર્યું નથી, મેં ક્યારેય નશીલા પદાર્થોનું વેચાણ કર્યું નથી, તે છતાં મારી સામે FIR નોંધવામાં આવી છે. તેથી હું સમજું છું કે ભાજપને આમ આદમી પાર્ટીથી ડર લાગવા લાગ્યો છે, તેથી ગભરાહટમાં આ લોકો CBIની, જેલની, FIR નું રાજકારણ રમી રહ્યા છે. પરંતુ અમે અરવિંદ કેજરીવાલજીના સૈનિક છીએ. અમે તેમના ખોટા કેસ, CBI કેસ કે કાયદાની છેડછાડથી ડરતા નથી. અમે ઇમાનદાર લોકો છીએ, અમે તેમને ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપીશું.

*ગુજરાત બંદરે ડ્રગ્સની હેરફેર કરવી સરળ છે? શું અહીં સરકારનો સપોર્ટ મળે છે?: ગોપાલ ઇટાલિયા*

ડ્રગ્સ પકડવા માટે હું પોલીસનો આભાર વ્યક્ત કરું છું. પરંતુ દરેક વખતે ગુજરાતમાંથી જ કેમ ડ્રગ આવે છે.એકવાર નહીં વારંવાર ડ્રગ્સ પકડાય છે. ડ્રગ્સ વેચનારાઓને કેમ લાગે છે કે ગુજરાતમાં જ ડ્રગ્સ લઇને જવાનું છે.? શા માટે આ વારંવાર અહીં જ આવે છે? શું અહીં સરકારનો સપોર્ટ મળે છે? શું કોઈ નેતાઓને સપોર્ટ મળી રહ્યો છે છે? ડ્રગ્સ માફિયાઓને કેમ એવું લાગે છે કે ગુજરાત બંદરે ડ્રગ્સ લઈ જવું સરળ છે? મને એવું લાગે છે કે આમાં ગૃહમંત્રીના હાથ આમાં કાળા થયા છે.

આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીની સાથે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ઈન્દ્રનીલ રાજગુરુ અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

*આમ આદમી પાર્ટી ગુજરાત*