ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ગુજરાત રાજ્ય કર્મચારીઓના પેન્શન સહિતના ૧૫ પડતર પ્રશ્નો અન્વયે ગુજરાત ના તમામ જિલ્લામાં મહા રેલી નું આયોજન કરાયું હતું. જે અન્વયે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ભાવનગર જિલ્લો અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા ભાવનગર જિલ્લા દ્વારા બહુમાળી ભવન ખાતે થી કલેકટર કચેરી સુધી મહારેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ગુજરાત રાજ્ય કર્મચારીઓના પેન્શન સહિત કર્મચારીઓ જોડાયા હતા. અને 15 જેટલી માંગણી અંગે યોગ્ય નિર્ણય થાય તે માટે જિલ્લા કલેકટરને આવેદન આપી રજુઆત કરી હતી.