વલસાડ જિલ્લાકક્ષાના નવરાત્રી રાસ – ગરબા અને પ્રાચીન - અર્વાચીન રાસ સ્પર્ધાનું આયોજન

વલસાડ જિલ્લામાં રમત – ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, વલસાડ દ્વારા જિલ્લાકક્ષાના નવરાત્રી, રાસ – ગરબા, પ્રાચીન - અર્વાચીન રાસ સ્પર્ધાઓનું આયોજન અંદાજીત તા. ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૨ થી તા. ૧૮મી સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતી શૈક્ષણિક સંસ્થાઓ તથા કલા મંડળોએ તા. ૧૨-૦૯-૨૦૨૨ સુધી જિલ્લા રમત – ગમત કચેરી, ૧૦૬, જૂની બી.એસ.એન.એલ કચેરી, પહેલા માળે, પોસ્ટ ઓફિસની પાછળ, હાલર રોડ, વલસાડ ખાતેથી નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી લેવા તેમજ ફોર્મ ભરીને જિલ્લા રમત – ગમતની કચેરીએ મોકલી આપવાના રહેશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું હતું.