જાહેરમાં હારજીતનો તીનપતીનો જુગાર રમતા ૧૧ અગીયાર ઇસમોને રોકડા રૂા .૧૧,૮૪૦ / -ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટીકેસ શોધીકાઢતી નાગેશ્રી પોલીસ સ્ટાફની ટીમ અમરેલી જીલ્લાના વડા મ્હે પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દૂર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂ ઉપર કડક કાર્યવાહી કરવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નાગેશ્રી પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી એન.એ વાઘેલા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ નાગેશ્રી પો.સ્ટે.ના HC મધુભાઇ નથુભાઇ પોપટ તથા UHC વિરૂભાઇ નથુભાઇ પરમાર તથા પો.કોન્સ.રાજદિપસિહ દીલીપસિહ ગોહિલ તથા પો.કોન્સ . અનિલભાઇ વિનુભાઇ દાફડા વિગેરે પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમી આધારે નાગેશ્રી પો.સ્ટે.ના સરોવડા ગામે નાના બારમણ જવાના રસ્તે જાહેરમાં હારજીતનો તીનપતીનો જુગાર રમતા અગીયાર આરોપીઓને રોકડા રૂા .૧૧,૮૨૦ / - તથા ગંજીપાના નંગ પર કિ.રૂ .૦૦ / ૦૦ તથા હાથબતી ૦૧ કિં. ૨૦ મળી કુલ ૧૧,૮૪૦ / - ના મુદામાલ સાથે અગીયાર ઇસમોને ઝડપી પાડી કવોલીટી કેસ શોધી કાઢી જુગાર રમતા તમામ ઇસમો સામે જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . * જુગાર રમતા પકડાયેલ ઇસમો ( ૧ ) મનુભાઇ ભગુભાઇ સાણાડ રહે કાતર તા - રાજુલા જી. અમરેલી , ( ૨ ) મંગાભાઇ રૂખડભાઇ મકવાણા રહે.ભુંડણી તા - ખાંભા જી.અમરેલી ( ૩ ) જીણાભાઇ રબાભાઇ વેગડ રહે.ભુંડણી તા. - ખાંભા,જી અમરેલી , ( ૪ ) જગદીશભાઇ રણછોડભાઇ ખસીયા રહે.સરોવડા તા - જાફરાબાદ જી.અમરેલી , ( પ ) મોહનભાઇ સામતભાઇ પરમાર રહે.સરોવડા તા - જાફરાબાદ જી.અમરેલી ( ૬ ) ઘુઘાભાઇ ભુપતભાઇ સાંખટ રહે સરોવડા તા - જાફરાબાદ જી.અમરેલી , ( ૭ ) બીજલભાઇ ઓઘડભાઇ પરમાર રહે.સરોવડા તા - જાફરાબાદ જી અમરેલી ( ૮ ) રાજાભાઇ નાથાભાઇ શીયાળ રહે.પીંછડી તા - જાફરાબાદ જી.અમરેલી ( ૯ ) ઉંકાભાઇ સામતભાઇ પરમાર રહે.સરોવડા તા જાફરાબાદ જી.અમરેલી ( ૧૦ ) ભગવાનભાઇ જીવાભાઇ બારૈયા રહે. સરોવડા, તા - જાફરાબાદ જી.અમરેલી ( ૧૧ ) ભુપતભાઇ પુનાભાઇ સાખટ રહે.સરોવડા, તા - જાફરાબાદ જી. અમરેલી. આ કામગીરી નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એન.એ.વાઘેલા તથા નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.