તારીખ:- 15/07/2023 ને શનિવારના આજ રોજ લગભગ રાતના 11:30 વાગે ગોધરા તાલુકાના ટીમ્બા ગામે એચ. કે. પેટ્રોલ પમ્પની બાજુમાં મગર દેખો દેતા લોકોમાં કુતુહલ સાથે નાસભાગનો માહોલ સર્જાયો હતો. ત્યાંના જાગૃત નાગરીક ગૌરાંગભાઈ પટેલે ગોધરા તાલુકાના ફોરેસ્સ્ટરશ્રી સંદીપભાઈ પરમારને જાણ કરતા તેમને ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ NGOના પ્રમુખશ્રી પ્રહલાદસિંહ પરમારને જાણ કરી હતી. તેમને સત્વરે ત્યાં ટીમ મોકલી આપી હતી. જેમાં રામસિંહભાઈ પરમાર, કૌશિકભાઈ પરમાર અને મુકેશભાઈ પરમાર તથા ગોધરા તાલુકાના ફોરેસ્ટરશ્રી સંદીપભાઈ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. સૌના સહિયારા પ્રયાસથી ગણતરીની મિનિટોમાં 04 ફુટ લંબાઈ ધરાવતો અને અંદાજે 20 કિલો વજન ધરાવતા મગરના બચ્ચાને સહી સલામત રેસ્ક્યુ કરી પ્રાથમિક ચકાસણી કરી માનવ વસવાટથી દૂર છોડી મુકવામાં આવ્યો હતો.

રિપોર્ટ: રીઝવાન દરિયાઈ

ગોધરા: ટીમ્બાગા

મ