તા .૦૧ / ૦૯ / ૨૦૨૨ શ્રી હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં શરીર સબંધી અને મીલ્કત સબંધી ગુનાના આરોપી જે પોતાની ધરપકડ ટાળવા નાસતા - ફરતા હોય તેઓને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ . જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ . જે અંતર્ગત અમરેલી રૂરલ પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૪૨૨૦૭૩૨ / ૦૨૨ IPC કલમ ૩૬૫,૩૨૩,૫૦૪,૫૦૬ ( ૨ ) , ૧૨૦ ( બી ) , ૩૪,૧૧૪ મુજબના ગુનાના આરોપીઓને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ ગુનામાં પકડાયેલ આરોપીની વિગત : ( ૧ ) નરેશભાઇ ખોડાભાઇ બગડા ઉ.વ .૨૮ ધંધો.ખેતી રહે , નવા આગરીયા તા.રાજુલા જી.અમરેલી ( ૨ ) ભરતભાઇ આતુભાઇ બાબરીયા ઉ.વ .૩૭ ધંધો.ખેતી રહે , વડલી તા.રાજુલા જી.અમરેલી ( 3 ) નાજાભાઇ વાઘાભાઇ વાળા ઉ.વ .૩૨ ધંધો.ખેતી રહે , મેરીયાણા તા.સાવરકુંડલા જી.અમરેલી ( ૪ ) મુકેશભાઇ નાગજીભાઇ બગડા ઉ.વ .૪૦ ધંધો.ખેતી રહે , નવા આગરીયા તા.રાજુલા જી.અમરેલી ગુનાની ટૂંક વિગત : આ કામના ફરી.ને તથા સાહેદને આ કામના આરોપીઓ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા , ગુનાહિત કાવત્રુ રચી , ફોરવ્હીલ ગાડી ફરી.નું અપહરણ કરી લઇ જઇ ફરી.ને રસ્તામાં માર મારી , મારી નાખવાની ધમકી આપી , ગાળો આપી રસ્તામાં ફોરવ્હીલ નીચે ઉતારી દઇ ગુનો કરવામા એક બીજાની મદદગારી કરી ગુન્હો કરેલ હોય . આ કામગીરી શ્રી હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા પો.સબ ઇન્સ . તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ છે . રિપોર્ટર..ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી