ચૂંટણી નજીક છે એટલે વિકાસની બુમો ભલે નેપડે પણ રોડ રસ્તા ગટરના ઠેકાણા નથી એ પ્રજા ખુલ્લી આંખે જોઈ રહી છે શહેરની પ્રજાને તો એમ પણ આ બધું સહન કરવાની ટેવ રહેલી છે સિહોરના પોષ મનાતા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી ગટરના પાણીએ લોકોનું જીવવું હરામ કરી દીધું છે છતાં જવાબદારોને પોતાની જવાબદારી સમજાતી નથી અહીંના નગરસેવકો પણ ઘર ઘર થી પરિચિત છે અને તે જાગતું દેરું કહેવાય છે ગમે ત્યારે ફોન કરો એટલે સમસ્યાનું સમાધાન મળે પરંતુ હાલની પરિસ્થિતિ સ્થિતિ વિપરીત બની છે શહેરના અમદાવાદ રોડ એટલે ભદ્ર વિસ્તાર કહેવાય છે અહીં હાઈફાઈ સોસાયટીઓ ઉધોગપતિઓ વેપારીઓ ધાર્મિક સ્થળ મોટા બિલ્ડરો અહીં વસવાટ કરે છે શાંતિપ્રિય ગણાતા વિસ્તારના પ્રજાજનો ખુબ જ ગંભીર પરિસ્થિતિઓ સહન કરે છે ગોદાવરી પ્રા.શાળા તેમજ આનંદ મંગલ બંગલાની વચ્ચે એક ગટર છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદકીનું પાણી બંગલા ની નજીક થી પસાર થાય છે જેથી નર્ગાકાર સ્થિતિ સર્જાઈ છે અહીં સવાલ એપણ છે શહેરના પોષ ગણાતા વિસ્તારની આ દશા છે તો અન્ય વિસ્તારોની હાલત માટે કલ્પના કરવી રહી ગટરના પાણીની રોડ પર રેલમછેલ : જવાબદારોને અનેક રજૂઆતો કરવા છતાં લોકોનો અવાજ કાને સંભળાતો નથી હાલત કકોડી તંત્ર તમાશો જોવે છે