ખેડા.
ડાકોર.
મોટરસાઇકલોના વણશોધાયેલ ગુનાઓને ગણતરીના સમયમાં શોધી કાઢતી ડાકોરપોલીસ.
પોલીસ મહા નિરીક્ષક શ્રી પ્રેમવીરસિંઘ પાદવ સાહેબ અમદાવાદ વિભાગ અમદાવાદ્, પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા સાહેબ ખેડા-નડીઆદ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.બાજપાઈ સાહેબ નડીઆદ વિભાગ નડીયાદ તાઓ તરફથી જીલ્લામાં મિલ્કતસબંધી ગુનાઓ બનતા અટકાવવા સારૂ તેમજ બનેલ ગુનાઓ સમયમર્યાદામાં શોધી કાઢવા સારૂ સુચના આપેલ જેના ભાગરૂપે વીડી.મંડોરા પોલીસ ઇન્સ્પેક્ટર ડાકોર પો.સ્ટે નાઓએ ડાકોર પોલીસ સ્ટેશન ખાતેના વણશોધાયેલ મિલ્કતસબંધી ગુનાઓ બાબતે તેમના નીચેના સ્ટાફને જરૂરી મર્ગદર્શન આપેલ જે અન્વયે સ્થાનીક નેત્રમ CCTV કમાન્ડ કંટ્રોલ થકી સી.સી.ટીવી ફૂટેજનો અભ્યાસ કરી શંકાસ્પદ ઇસ્મ તથા શંકાસ્પદ મોટરસાઇકલના સી.સી.ટીવી ફુટેજ મેળવી ઇગુજકોપ તથા પોકેટકોપ માં સર્ચ કરાવી આરોપીની ઓળખાણ છતી કરી સદર ગુનોઓ સમયમર્યાદામાં શોધી કાઢવા કવાયત હાથ ધરેલ. જે ગુનાઓ કામે એ.એસ.આઈ અર્જુનસિંહ મધુસિંહ તથા અ.હેડ.કો. હાર્દિકકુમાર છોટુભાઇ નાઓને સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ઠાસરા તરફથી ડાકોર આવી રહેલ છે જે મળેલ સંયુક્ત બાતમી હકિત આધારે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (૧) કલ્પેશભાઇ ઉર્ફે ભયલી સાઓ ઉદાભાઇ દલસુખભાઇ પરમાર ઉ.વ ૨૭ રહે.ખરોલી વચલુ ફળીયુ (૨) રાજેશભાઈ ઉર્ફે ભદી સ/ઓ નટવરભાઈ કાળુભાઈ ખાંટ ઉ.વ ૨૪ રહે.ખરોલી પહેલું ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ (૩) અનિલકુમાર સ/ઓ રમેશભાઇ હિરાભાઈ માછી ઉ.વ ૨૫ રહે. જૂના વલ્લભપુરા નવાઘરા ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ નાઓને તા.૦૨/૦/૨૦૨૪ ના રોજ ચોરીમાં ગયેલ મો.સાઓ સાથે પકડી ડાકોર પોલીસ સ્ટેશન ખાતે વણશોધાયેલ ગુ.ર.નંબર ૧૧૨૦૪૦૨૧૨૪૦૦૬ ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબ તથા ગુ.૨.નંબર ૧૧૨૦૪૦૨૧૨૪૦૦૩૬ ઇ.પી.કો કલમ ૩૭૯ ના કામે ચોરીમાં ગયેલ મુદ્દામા મોટરસાઇકલ ચોરીના ગુનાઓ તથા અન્ય જીલ્લામાં બનેલ મોટરસાઇલક ચોરીના વણશોધાયેલ ગુનોઓને ગણતરીના સમયમાં શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.