દક્ષિણ કોરિયાની ઓટો કંપની Kiaએ ભારતમાં નવી SUV Sonet X-Line લોન્ચ કરી છે. ભારતીય બજારમાં, Kia Sonet X-Lineને રૂ. 13,39,000 થી રૂ. 13,99,000ની એક્સ-શોરૂમ કિંમત સાથે લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ અપડેટેડ ડિઝાઇન, નવા કલર્સ પ્લાન, ખાસ ફિચર્સ અને બે એન્જિન ઓપ્શન સાથે નવી SUV રજૂ કરી છે. ભારતમાં આ રેન્જમાં આવી ઘણી SUV કાર છે, જે કિયાની નવી સોનેટને જબરદસ્ત કોમ્પિટિશન આપશે. ચાલો તેમાંથી પસંદગીની SUV પર એક નજર કરીએ.
મારુતિ સુઝુકી બ્રેઝા: મારુતિ બ્રેઝા એ 5 સીટર કોમ્પેક્ટ એસયુવી છે જે ચાર ટ્રીમ ઓપ્શનમાં આવે છે - LXi, VXi, ZXi અને ZXi+. મારુતિ બ્રેઝાની એક્સ-શોરૂમ કિંમત 7,99,000 રૂપિયાથી શરૂ થઈને 13,80,000 રૂપિયા સુધી છે. તેની ઉત્કૃષ્ટ વિશિષ્ટતાઓ અને વિશેષતાઓ સાથે, SUV કિયા સોનેટ એક્સ-લાઇનને સખત કોમ્પિટિશન આપશે.
હ્યુન્ડાઈ વેન્યુઃ હ્યુન્ડાઈ વેન્યુ પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન સાથે આવે છે. તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ છે. આ પણ 5 સીટર SUV છે, જેની કિંમત રૂ. 7,53,100 થી રૂ. 1,247,000 સુધીની છે.
Mahindra XUV300: Mahindra XUV300 SUV પણ આ રેન્જમાં સારો ઓપ્શન છે. આ કાર 16 વેરિઅન્ટ અને 2 એન્જિન ઓપ્શન સાથે આવે છે, જે BS6 અનુરૂપ છે. ભારતમાં XUV300ની એક્સ-શોરૂમ કિંમત 8,41,500 રૂપિયાથી શરૂ થઈને 12,38,200 રૂપિયા છે.
ટોયોટા અર્બન ક્રુઝર: ટોયોટા અર્બન ક્રુઝર પણ 5 સીટર કોમ્પેક્ટ એસયુવી છે. તેની એક્સ-શોરૂમ કિંમત 9,02,500 રૂપિયાથી શરૂ કરીને 11,73,000 રૂપિયા છે. અર્બન ક્રુઝરમાં 1.5 લિટર 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ કાર 6 વેરિઅન્ટમાં આવે છે.
નિસાન મેગ્નાઈટઃ આ જાપાની કાર આ રેન્જમાં દક્ષિણ કોરિયાની એસયુવીને ટક્કર આપવાની ક્ષમતા પણ ધરાવે છે. ભારતીય બજારમાં Nissan Magniteની કિંમત એક્સ-શોરૂમ રૂ. 5.97 લાખથી શરૂ થાય છે અને રૂ. 10.79 લાખ સુધી જાય છે. આ કાર ઘણા કલર ઓપ્શનમાં આવે છે