મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વ વિખ્યાત તરણેતર મેળાની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગ્રામીણ ઓલિમ્પિક, માહિતી વિભાગના પ્રદર્શનની મુલાકાત લીધા બાદ તરણેતરના ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.તરણેતરના મેળામાં મુખ્ય દિવસ ગણાતા ઋષિ પાંચમના પવિત્ર દિવસે મુખ્યમંત્રીશ્રીએ ભોળાનાથનું ભાવપૂર્વક પૂજન-અર્ચન કરતા પ્રજાજનોની જનસુખાકારીની પ્રાર્થના કરી હતી. કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, રાજ્ય મંત્રીશ્રી અરવિંદ રૈયાણી, જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો પણ મુખ્યમંત્રીશ્રીની સાથે ભગવાન શિવના દર્શનનો લાભ મેળવ્યો હતો.પ્રજાવત્સલ મુખ્યમંત્રીશ્રીએ ભાવપૂર્વક પ્રજાજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી.આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, અગ્રણી સર્વશ્રી શંકરભાઈ વેગડ, શ્રી જગદીશભાઈ મકવાણા, તરણેતર સરપંચ શ્રી અશોકસિંહ રાણા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાનાભાઈ ભગત તથા થાનગઢ નગર પાલિકા પ્રમુખ સુશ્રી લીનાબેન ડોડીયા, શ્રી વિજયભાઈ ભગત, શ્રી દિલીપભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.