પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ માં લમ્પી વાયરસનુ આગમન થયુ હતુ.આમ ૪ પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જણાતા તાત્કાલિક વિજય ભાઈ પરમાર ડોક્ટર ને કોલ કરવામાં આવ્યો અને જાણ કરવામાં આવી હતી.જ્યારે સરકારી ટીમને જાણ થતા ટીમના પાયલોટ વિજયભાઈ પરમાર યુદ્ધના ધોરણે ગાડી લઈને સારવાર અર્થ ટીમ સાથે પહોંચ્યા હતા.અને ડૉક્ટર દ્વારા પશુઓને યોગ્ય તપાસ કરી અને સારવાર કરવામાં આવી હતી.આમ ડૉક્ટર દ્વારા પશુઓને યોગ્ય સારવાર કરી અને લમ્પી વાયરસ વિશે સવિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતુ.જયારે લમ્પી વાયરસના લક્ષણો હવે ધીરે ધીરે ગ્રામ્ય પશુઓમાં પણ જોવા મલી રહ્યા છે.ત્યારે સરકારી ટીમે ગ્રામ વિસ્તારોમાં પશુપાલકો માટે આશીર્વાદરૂપ શાબિત થતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મલ્યો હતો.જ્યારે ગ્રામ વિસ્તારોમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસોમાં ધીમીગતિએ વધારો નોધાતો પશુપાલકો ચિંતાતુર થયા છે. જ્યારે બીજુ બાજુ પશુપાલન આરોગ્ય વિભાગ દ્વારા લમ્પી વાયરસને ધ્યાનમાં લઈને પશુઓને વેક્સિનની કામગીરી પણ પુરઝડપે હાથ ધરવામાં આવી છે.