લોકો માટે પાયાની જરૂરિયાત, જયારે પણ અકસ્માત થાય ત્યારે સહુ કોઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દોડે, જયારે કોઈ ગરીબ બીમાર પડે ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા જાય, જયારે કોઈ સામાન્ય પરીવારની મહીલાને બાળકને જન્મ આપવાનો સમય થાય ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવતા હોય છે ...ત્યારે ધારી તાલુકાના તમામ દરિદ્ર નારાયણ દરદીઓ અને સામાન્ય તાવથી લયને ઓપરેશન સુધીની બીમારી માટે આશાનુ એક કીરણ એવી ધારીની સિવિલ હોસ્પિટલ ની હાલત ખખડધજ બની ગયેલ છતાંય સત્તાધારી ભારતીય જનતા પાર્ટી, વિરોધપક્ષ કોંગ્રેસ કે આમ આદમ પાર્ટી કે પછી સામાજિક આગેવાન ધારી સિવિલ હોસ્પિટલ બનાવવા માટે આગળ આવતુ નથી ... ગત વરસો દરમિયાન કોરોના મહામારી દરમિયાન અનેક ગરીબ દરદીઓએ આ સિવિલ હોસ્પિટલમાં સારીએવી સારવાર લીધેલ છે પરંતુ હાલ તો ખુદ સિવિલ હોસ્પિટલ નુ બિલ્ડીંગ માંદગીના બીછાને પડેલ છે અને આ માટે કોઈપણ રાજકીય આગેવાનો એકપણ હરફ સુધ્ધાં બોલતા નથી.ધણા વરસથી જાહેરાત કરાય છેકે સિવિલ હોસ્પિટલ મંજુર થય ગયેલ છે ?? ટેન્ડર અપાય ગયેલ છે .પરંતુ આ જાહેરાત ને વરસો વિતી ગયા પરંતુ હજુસુધી શુભ મુર્હત આવતુ નથી... લોકો આક્રોશ પુર્વક જણાવી રહેલ છેકે સિવિલ હોસ્પિટલમાં ગરીબો સારવાર માટે આવતા હોય છે એટલે અમીર ગણાતા રાજકીય આગેવાનો ને કોઈપણ જાતની ઉપાધી ન હોય... અમીર રાજકીય આગેવાનો મોટીમોટી ખાનગી હોસ્પિટલમાં સારવાર લય લેતા હોય છે એમને શુ ખબર કે ગરીબો ની સિવિલ હોસ્પિટલ કેટલા લોકોની જીંદગી માટે મહત્વ ધરાવતી હશે ???