અમદાવાદ
શહેરમાં 38 વર્ષીય મહિલાને બે દિકરાના પિતા સાથે પ્રેમ થતા તેની સાથે લગ્ન કરવા માટે પતિને છુટાછેડા આપ્યા હતા. છુટાછેડા બાદ મહિલા તેની 16 વર્ષની દિકરીને સાથે લઈને પ્રેમી સાથે બીજા લગ્ન કર્યા હતા. બે વર્ષ સુધી પ્રેમીએ મહિલા અને તેની દિકરીને ભાડેના મકાનમાં રાખી હતી. બાદમાં પ્રેમી મહિલાને જાણ કર્યા વગર ફરાર થઈ ગયો હતો.
કાલુપુર વિસ્તારમાં રહેતી 38 વર્ષિય મહિલાને એક પરણિત યુવક સાથે પ્રેમ થતા પતિને છુટાછેડા આપી પોતાની 16 વર્ષની દિકરીને સાથે લઈને પ્રેમી સાથે રહેવા લાગી હતી. બે વર્ષ સુધી મહિલા તેની દિકરી અને તેનો પ્રેમી સાથે રહેતા હતા. પરંતુ એક દિવસ પ્રેમી તેની પહેલી પત્ની સાથે ફોન પર વાતો કરતો હતો. જેથી મહિલાએ પુછપરછ કરી તો તેની સાથે ઝઘઢો કરીને મારપીટ કરવા લાગ્યો હતો એટલુ જ નહીં અવાર નવાર ત્રાસ આપવા લાગ્યો હતો. બાદમાં એક દિવસ પ્રેમી મહિલા અને તેની 16 વર્ષની દિકરીને મુકીને તેની પહેલી પત્ની સાથ જતો રહ્યો હતો. મહિલાએ તેના પ્રેમીને અવાર નવાર ફોન કર્યા પણ ફોન ઉપાડતો ન હતો અને ક્યા જતો રહ્યો તે જણાવતો પણ ન હતો. જેથી મહિલા પાસે મકાનનુ ભાડુ ન હોવાથી મકાન માલિકે મહિલા અને તેની દિકરીને ઘરમાંથી કાઢી મુક્યા હતા. બે દિવસ મહિલા અને તેની દિકરી તેના સહેલીના ત્યાં રોકાયા હતા બાદમાં અભયમની મદદ માંગી હતી. અભયમની ટીમે મહિલાનુ કાઉન્સેલીંગ કરી કાયદાકીય માહીતી આપીને તેને આશ્રય ગ્રૃહમાં મોકલી આપી હતી.