આજે ઋષિ પંચમીને લઈને ગોપનાથ મસ્તરામ ધારા સહિતના વિવિધ દરિયાકાંઠાના ધાર્મિક સ્થળોએ લોકોનિ ભીડ જોવા મળી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ તેમજ સિદ્ધેશ્વર મહાદેવ અને મસ્તરામ ધારા સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ લોકોની ભીડ જોવા મળી હતી આજે ઋષિ પંચમી હોવાને લઈને લોકો સમુદ્રમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે આજે ખાસ કરીને ઋષિ પંચમી હોય ત્યારે પરિવારના સ્વર્ગસ્થ આત્માઓને શાંતિ મળે તેવા હેતુ સાથે સમુદ્રમાં સ્નાન કરી અને પૂજા અર્ચનાઓ કરવામાં આવે છે આજે સવારથી જ વિવિધ તીર્થ સ્થાનોએ લોકોની ભારે ભીડ જોવા મળી હતી હોમગાર્ડ જીઆરડી પોલીસ દ્વારા પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો