આપદા ને અવસર માં બદલવાની કુનેહ ધરાવતી સરકારે નાગરિકો માટે બ્રિજની ફી રાખી કોર્પોરેશન ની લખલુટ આવક વધારી દીધી.
અમદાવાદ : સાબરમતી નવનિર્મિત અટલ ફુટ ઓવર બ્રિજ નું લોકાર્પણ તારીખ 27/8/22 ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘ્વારા કરવામાં આવ્યું હતું,
આ અટલ બ્રિજ ને જોવા માટે પહેલા દિવસે એક લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી, તેને જોતા સાબરમતી રીવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન ના મોઢામાં પાણી આવી ગયું, તરતજ ભીડ ને નિયંત્રણ અને સલામતી ના નેજા હેઠળ ઉંમર મુજબ 31-8-22 થી ફી રાખી દીધી, અને પાન મસાલાની પિચકારી, કચરો, ખાણી પીણી ના પાઉચ નો કચરો બતાડી વિડિઓ, ફોટા વાઇરલ કરી સાબિત કરી દીધું કે પબ્લિક મફત ને લાયક નથી.
ખેર, સારી પબ્લિક પૈસા ખર્ચી ને આવે જેથી ન્યુસંસ ને ઝાકારો દેવાનો પણ આ નાગરિકો ના હિત ખાતર એક સારો પ્રયાસ ગણાય.
ગઈકાલે 31-8-22 એ કોર્પોરેશન ની પહેલા દિવસની 3,63,720 રૂપિયાની આવક થઇ, જેમાં 3,17,610 રૂપિયા 12 વર્ષથી ઉપરની ઉમરના નાગરિકો થી થઇ, જયારે 43,245 રૂપિયા 12 વર્ષથી નીચેના બાળકો એ બ્રિજની મુલાકાત લેતા આવક થઇ અને 181 સીનીઅર સિટીઝન બ્રિજ જોવા આવતા 2865 રૂપિયાની આવક થઇ, આમ આપદા ને અવસરમાં બદલી નાખતી ભાજપા પાર્ટી એ તેની આવડત ને કારગર સાબિત કરી બતાવ્યું છે.
રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.