અમરેલી તા. ૦૧ સપ્ટેમ્બર,૨૦૨૨ (ગુરુવાર) ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા નારી શક્તિ પુરસ્કાર યોજના અમલી છે. આ યોજના અન્વયે મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણના ક્ષેત્રોમાં અથવા આ થીમને લગતી અથવા આનુષંગિક રીતે સંબંધિત વ્યક્તિઓને, સામાજિક કાર્યકરને અસાધારણ સંજોગોમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે આગામી તા.૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ પુરસ્કાર આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત પુરસ્કાર મેળવવા માટે વેબસાઈટ www.awards.gov.in પર માત્ર વ્યક્તિગત જ અરજી કરવી. આ ઉપરાંત અરજીની વિગતો જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી, રૂમ નં-૨૦૬ થી ૨૦૯, બીજો માળ, બહુમાળી ભવન, બ્લોક-એ, અમરેલી ખાતે આપવાની રહેશે. અરજીકર્તા માટે વય મર્યાદા ૨૫ વર્ષ સુધીની છે. આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી કચેરીનો (૦૨૭૯૨) ૨૨૬૧૭૭ સંપર્ક કરવો, તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી