રાજ્યમાં દારૂબંધીના ગાણ ગાતા સરકારને જયારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના લઠ્ઠકાંડ સર્જાયા ત્યારે આંખો ખૂલી છે. બરવાળા ,ધંધુકામાં ઝેરી કેમિકલવાળી દારૂ પી જતા 60 લોકોના મોત નિપજ્યા છે અને હજુ પણ 100 જેટલા લોકો અન્ય હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. લઠ્ઠાકાંડ સર્જાયા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી હતી અને રાજ્યમાં ગેરકાયદેસ ધમધમતા દેશી,વિદેશી દારૂના અડ્ડાઓ પર તવાઇ બોલાવી છે રાજ્મયાં અત્યાર સુધી 2 હજારથી વધુ બુટલેગરોને ઝડપી પાડ્યા છે.
બુટલેગરો જુદા-જુદા રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ ધુસાડી કરોડો રૂપિયાનો વેપલો કરી રહ્યા છે અવાર-નવાર સ્ટેટ મનોટરિંગ સેલની ટીમ દ્રારા શહેરો હોય કે ગામડા તમામ જગ્યાએ દરોડા પાડી લાખો રૂપિયાનુ દારૂ પકડતી હોય છે અને સ્થાનિક પોલીસે ઉંધતી ઝડપાતી હોય છે. સ્ટેટ મનોટરિંગની સેલે નામકિંત બુટલેગર પિન્ટુની ધરપકડ કરી હતી જયા સઘન પૂછપરછ કરતા મોટા ઘટસ્ફોટ થયો છે.
પિન્ટુ દર મહિને 25 કરોડ કમાવતો હોવાની કબૂલાત કરી છે પિન્ટુ દારૂના ધંધાથી કરોડપતિ બની છે પિન્ટુ મહારાષ્ટ્રની નંદુબારથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડતો હતો તેના ઉપરથી અંદાજો લાગવી શકાય છે કે પિન્ટુ પોલીસે અધિકારીઓને કેટલો હપ્તો આપતો હશે ગૃહમંત્રાલય દેશી સહિત વિદેશી દારૂના બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા આદેશો કર્યા છે અને મસમોટા હપ્તો લેતા અધિકારીઓની પણ લિસ્ટ તૌયાર કર્યુ છે