કાલોલ ની એન એમ જી હોસ્પિટલ ખાતે રવિવારે એન એમ જી હોસ્પિટલ અને ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી તેમજ ધ્યેય એજયુકેશન ટ્રસ્ટ ના સહયોગ થી ફ્રી સુપર સ્પેશ્યલિસ્ટ મેડીકલ અને રકતદાન કેમ્પ યોજાયો જેમા વૈષ્ણવાચાર્ય પુ પા ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહારાજ ની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કેમ્પ મા કાલોલ ના અગ્રણી નાગરિકો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા ધ્યેય એજયુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ શશીકાંત પરીખ અને એન એમ જી હોસ્પિટલ ના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી તથા પંચમહાલ લોકસભા બેઠક નાં સંયોજક અને ડોક્ટર સેલ પંચમહાલના ઉપપ્રમુખ ડો યોગેશ પંડયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગ દરજી તથા ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી કાલોલ નાં પ્રમુખ સતિષભાઈ શાહ અને સેક્રેટરી ડો પ્રકાશ ઠક્કર નગરપાલીકા ના માજી સદસ્યો હાજર રહ્યા હતા પોતાના પ્રાસંગીક પ્રવચન મા પુ મહારાજશ્રી એ રકતદાન નુ મહત્વ સમજાવી હોસ્પિટલ થી દરેક જણ સુઘી આરોગ્ય વિષયક સેવાઓ પહોંચે તેવી શુભેચ્છાઓ પાઠવી અને આયોજકો ની કામગીરી ને બિરદાવી હતી હોસ્પિટલ પણ એક મંદીર છે તેવુ સચોટ દ્રષ્ટાંત આપી કેમ્પ મા સેવા આપતા ડોકટરો અને કર્મચારીને પણ પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે વિવિઘ સંસ્થાઓમાં સેવા આપતા નાગરીકો અને સ્વયંસેવકો નુ સન્માન કરાયુ હતુ. કેમ્પ મા દર્દીઓ એ ૨૩ એક્ષરે, ૯૪ કેસ નોંધાયા હતા અને ૩૨ ઈસીજી ના દરદીઓએ વિવિઘ ડોક્ટરો ની સેવાઓ નો લાભ લીધો હતો તેમજ ૯ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યુ હતુ.