અમરેલી જીલ્લાના નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા અને આવા વણશોધાયેલ મિલકત સબંધી ગુન્હાઓનાં ભેદ ઉકેલવા માર્ગદર્શન આપેલ હતુ.
અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ. એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ
આજ રોજ તા.૧૪/૦૪/૨૦૧૩ નાં બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન એક ઇસમને શંકાસ્પદ મોટર સાયકલ સાથે પકડી પાડી, મજકુર ઇસમને મોટર સાયકલ બાબતે પુછ પરછ કરતા
આ મોટર સાયકલ આશરે છએક દિવસ પહેલા દ્રારકા રેલ્વે સ્ટેશનથી ચોરી કરેલાની કબુલાત આપતા, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઃ-
સાગર દીપકભાઇ મકવાણા, ઉ.વ.૨૮, રહે.બગસરા, બાલમંદીર ચોક પાસે, તા.બગસરા, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલ -
હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી. નં. GJ-03-CJ-5710, કિં.રૂ.૧૫,૦૦૦/-
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
પકડાયેલ આરોપી સાગર દીપકભાઇ મકવાણા આ અગાઉ પણ અમરેલી શહેરમાંથી મોટર સાયકલ ચોરીના નીચે મુજબના ગુનામાં પકડાયેલ છે.
(૧) અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૨૦૯૦૬/૨૦૨૨ આઇ.પી.સી.ક લમ ૩૭૯
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા, અજયભાઇ સોલંકી, તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી