નવા મહિનાની શરૂઆતથી જ લોકોને વધુ એક આંચકો લાગશે. વાસ્તવમાં, પ્રાઇવેટ સેક્ટરની મોટી બેન્ક ICICI બેન્કે MCLR દરમાં ફરીથી વધારો કર્યો છે. બેન્કે માર્જીનલ કોસ્ટ પર આધારિત લેન્ડિંગ રેટ (MCLR)માં 10 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આ વધારે દરેક સમયગાળા માટે કરવામાં આવ્યો છે અને આજથી એટલે કે 1 સપ્ટેમ્બર, 2022થી આ નવા દરો લાગૂ થશે. જેની સીધી અસર વ્યાજદરો પર પડશે. બેન્કે ચાર મહિનામાં MCLRમાં વધારો કર્યો છે. અગાઉ બેન્કે જૂન, જુલાઇ અને ઓગસ્ટમાં પણ તેમાં વધારો કર્યો હતો. 1 ઓગસ્ટથી તેમાં 15 બેસિસ પોઇન્ટનો વધારો કરાયો હતો.

ICICI બેન્કની વેબસાઇટ અનુસાર ઓવરનાઇટ અને એક મહિનાના MCLR રેટને 7.65 ટકાથી વધારીને 7.75 ટકા કરવામાં આવ્યો છે. આ જ રીતે ત્રણ મહિના માટે રેટ 7.80 રૂપિયા અને 6 મહિના માટે રેટ 7.95 ટકા કરવામાં આવ્યો છે. એક વર્ષનો MCLR રેટ 7.90 ટકાથી વદીને 8 ટકા કરવામાં આવ્યો છે. ગત મહિને પણ MCLRમાં 15 બીપીએસનો વધારો કરાયો હતો. આ પછી MCLR રેટ 7.90% પર પહોંચ્યો હતો.બીજી બેન્કોએ લોન મોંઘી કરીગત અનેક મહિનાથી બીજી બેન્કોએ પણ લોન મોંઘી કરી છે. ICICI બેન્ક ઉપરાંત પીએનબી અને બેન્ક ઑફ બરોડાએ પણ MCLR દરમાં વધારો કર્યો છે.

મોંઘવારીને અંકુશમાં રાખવા માટે રિઝર્વ બેન્કે રેપો રેટમાં સતત ત્રીજી વાર વધારો કર્યો છે. આગળ પણ તેમાં વધારો કરવામાં આવે તેવી આશંકા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે.નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. જેને કારણે RBIએ મોંઘવારીને અંકુશમાં રાખવા માટે સખત નીતિગત પગલાં લેવાની જરૂરિયાત પડી છે. ભારતીય રિઝર્વ બેન્કે છેલ્લા છ મહિનામાં અત્યાર સુધી રેપો રેટમાં 140 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે.