દાહોદ જિલ્લા 200 થી વધુ નિવૃત એસ.ટી કર્મચારીઓએ એમની પેન્શનનો વધારા કરવાની માંગને લઈ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામ આવ્યું હતુ..દાહોદ જિલ્લાના નિવૃત એસ.ટી. કર્મચારીઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યુ હતુ . આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર , એસટી વિભાગના જી.એસ.આર.ટી.સી. ના તમામ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન સ્કીમ ઈ.પી.એસ 1995 થી લાગુ કરવામાં આવી છે . સરકારના નાના મોટા તમામ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને વખતો વખત લાગુ થતા લાભો ટી.એ તથા ડી.એ જેવા મોંઘવારી લાભો મોંઘવારીને ધ્યાને લઈ આપવામાં આવે છે .પરંતુ ગુજરાત એસ.ટી વિભાગના નિવૃત કર્મચારીઓને આ અંગેના કોઈપણ લાભો આપવામાં આવતા નથી . એસટી કર્મચારીઓને રૂપિયા 700 થી 1200 પેન્શન ચૂકવવામાં આવે છે . સરકારના નાના મોટા તમામ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને વખતો વખત લાગુ થતા લાભો ટી.એ થતા ડી.એ એવા મોંઘવારીના લાભો આપવામાં આવે છે પરંતુ ગુજરાત એસ.ટી વિભાગના નિવૃત કર્મચારીઓને આ અંગે કોઈ લાભ આપવમાં આવતા નથી.એસ.ટી કોર્પોરેશન જે ઓલ ઇન્ડિયામાં સારામાં સારું વહીવટ ધરાવતું મોટામાં મોટું કોર્પોરેશનછે તેમજ આ કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ફરજ નિભાવેલી પણ છે તેમ છતાં એસ.ટી કર્મચારીઓનો લાભ નિવૃત્ત એસ.ટી કર્મચારીઓને આપવામાં આવતા નથી . જેને લઈ અવારનવાર લાગતા વળગતા અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં હાલ સુધી એસટી વિભાગના નિવૃત કર્મચારીઓને કોઈ લાભ ન આપી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી.જેથી એસટી વિભાગના નિવૃત્ત કર્મચારીઓની પેન્શનમાં વધારો થાય એવી માંગ કરી છે .