દાહોદ, તા. ૧ : દાહોદ તાલુકા કક્ષા કલા મહાકુંભની સ્પર્ધા ખરેડીના એકલવ્ય મોડલ રેસીડેંન્સી સ્કુલ ખાતે ગત મંગળવારે યોજાઇ હતી. જેમાં ૩૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દાહોદ સંચાલીત અને એકલવ્ય મોડેલ રેસીડેંસી સ્કુલ, ખરેડીના સહયોગથી આ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં સ્પર્ધક કલાકારોએ ગાયન વાદન અને નૃત્ય સાહિત્ય સહિતના વિવિધ વિભાગમા ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમા કલાકારોને પ્રોત્સાહન આપવા માટે પ્રાયોજના વહીવટદાર શ્રી એસ.જે. પંડ્યા, દાહોદ જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ શ્રી નિલકંઠભાઇ ઠક્કર, શિક્ષણ નિરિક્ષક શ્રી રાકેશભાઇ ભોકણ, શ્રી દીપેશભાઈ લાલપુરવાલા, શાળાના આચાર્યશ્રી સંજયભાઇ બામણીયા ઉપસ્થીત રહ્યા હતા.