અનોખો સેવાયજ્ઞ:સમાજના દીકરી-દિકરા શિક્ષણ ક્ષેત્રે નામ રોશન કરે તે હેતૂથી 11 લાખનું દાન કરવામાં આવ્યું

દિકરીઓ સારી રીતે ઉચ્ચતર અભ્યાસ કરી શકે દેશ અને દુનિયામાં સૌથી વધારે સમાજ અને પરીવારનું નામ રોશન કરે તેમજ કન્યા કેળવણીનો વધુમાં વધુ વિકાસ થાય સંસ્થા દ્વારા શિક્ષણ હેતુ આવતી દિકરીઓને સારી સુંદર અને પ્રોત્સાહિત સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવાં હેતુસર આહિર સમાજ કન્યા વિદ્યાલય ભાવનગરની શિક્ષણીક સંસ્થાને ગીરગઢડાના ધોકડવા ગામનાં સરપંચ પતિ અને કોંગ્રેસનાં આગેવાન માયનિગ ઉધોગ સાથે સંકળાયેલા આહિર સમાજનાં યુવા પ્રતિભા ધરાવતાં ઉત્સાહી શિક્ષણ પ્રેમી એભલભાઈ મથુરભાઈ બાંભણીયા દ્વારા રૂ. 11લાખનું દાન આપીને આહિર સમાજની સંસ્થાનાં પાયાને મજબુત બળ પુરૂ પાડવામાં આવતાં આ દાતાનું ભાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં આહિર સમાજનાં શ્રેષ્ઠીઓ દ્વારા મોમેનટો આપી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.