રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ટાણે ગણતરી મહીનાઓ બાકી રહ્યા છે ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો એકશન મોડમાં જોવા મળી રહ્યા છે. સુસુસ્ત અવસ્થામાં રહેલી કોંગ્રેસ ફરી એકશન મોડમાં જોવા મળી રહી છે કોંગ્રેસ દ્રારા મોઘવારી , બેરોજગારી, ડ્ર્ગ્સ સહિતના મુદ્દાને લઇ લોકો વચ્ચે જઇ રહી છે. અમદાવાદમાં આજે કોંગ્રેસની સંકલ્પ પદ યાત્રાની શરૂઆત થઇ છે જેઓ બે દિવસમાં 16 વિધાનસભાની બેઠકમાં ફરશે અને લોકો સાથે વધારેમાં વધારે સંપર્ક કરશે આ પદયાત્રા જુદા -જુદા વિસ્તારના નેતાઓને જવાબદારીમાં સોંપવામાં આવી છે જેમાં અમદાવાદની તમામે તમામ વિધાનસભાની બેઠકો સંકલ્પ પદયાત્રા આવરી લેશે જેમાં વેજલપુર, ઘાટલોડિયા, સાબરમતી .નારણપુર એલિસબ્રિજ ,દાણીલીમડા, જમાલપુર, દરિયાપુર, વટવા, અમરાઇવાડી,મણિનગર,બાપુનગર, સહિત વિસ્તારોમાં 5થી 7 કિમી તેમજ સવાર અને સાંજે બંને સમય ફરશે આજે વેજલપુર વિધાનસભામાં કોંગ્રેસ વિપક્ષ નેતા શહેઝાદ પઠાણની આગેવાની કોંગ્રેસની સંક્લ્પ પરિવર્તન પદયાત્રા નીકળી હતી જેમાં કોંગ્રેસના કોર્પોરેટરો, નેતાઓ, અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આ અંગે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યુ હતુ કે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું આ સંકલ્પ યાત્રામાં મુખ્ય એજન્ડા તરીકે દેશમા વધતી મોઘવારી ,બેરોજગારીને લઇ આ પદયાત્રા રાખવામાં આવી છે સૈૌથી મોટો મુદ્દો ગુજરાતમાં ડ્રગ્સનો છે અમદાવાદના જુદા -જુદા વિસ્તારોમાં જુદી-જુદી ગલીઓમાં ડ્રગ્સ ઝડપાઇ રહ્યો છે ડ્રગ્સના દૂષણ વિરોધમાં કોંગ્રેસ દ્રારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે