જેમા સપ્તર્ષિ પરિષદ, રાજ્ય પરિષદ અને બ્રહ્મર્ષિ સભા ના વરિષ્ઠ સન્તો ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી 400 સંતોથી વધારે સંતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સાધુ સંતોના પ્રશ્નોના અનેક ઠરાવ પસાર કરવામાં આવ્યા. તેમજ 182 બ્રહ્મષિ સભાસદોને નિયુક્તિ પત્રકો આપી નિયુક્ત કરી પ્રતિજ્ઞા લેવડાવવા માં આવી. હવે 🚩આવતી તારીખ ૧૧-૯-૨૦૨૨ ના રોજ ઓડિટોરિયમ હોલ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પથિકાશ્રમ ની સામે,સેક્ટર ૧૨, ગાંધીનગર 🚩મુકામે બ્રહ્મર્ષિ સભા, ગુજરાત રાજ્ય નું પ્રથમ સત્ર મળશે. આવનારા સમયમાં ગુરૂ વંદના મંચ સમગ્ર ભારતમાં કાર્યરત થશે. અન્ય રાજ્યોમાં પણ
ગુરૂ વંદના મંચની સ્થાપના કરી રાષ્ટ્રીય કક્ષા એ સપ્તર્ષિ પરિષદ તથા બ્રહ્મર્ષિ સભા નું ગઠન કરવા માં આવશે અને રાજસત્તા સાથે ધર્મસત્તાનું સ્વપ્ન સાકાર કરવા માં આવશે.
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી