*પ્રેસ નોટ*
પ્રતિશ્રી
પ્રેસ પ્રતિનિધિ..
વર્ડ પાવરલીફટિંગ ચેમ્પિયન, કરણી સેના ના પ્રદેશ અધ્યક્ષ, કૉંગ્રેસ ના અગ્રણી, કર્ણ- ધર્મ ફાઉન્ડેશનના ચેરમેન અને દેશ માટે બે વાર પાવરલીફટિંગ માં વર્ડ-કપ અને અનેકો ગોલ્ડ મેડલ જીતી જામનગર-ગુજરાત અને ભારત દેશને જેમણે સન્માન અપાવ્યું છે તેવા શ્રી કર્ણદેવસિંહ જાડેજા દ્વારા ખીમરાણા ગામ માં સ્થિત અતિ પ્રોરાણીક ખીમેશ્વર મહાદેવ મંદિર મા જ ૨૪ કલાક નિવાસ કરી સવા લાખ ની બદલે ૧.૫૧ લાખ "મહામૃત્યુંજય મંત્ર" નું અનુષ્ઠાન શ્રાવણ માસ માં પૂર્ણ કર્યું ઉપરાંત દરરોજ દેવાધિદેવ મહાદેવ ને "રુદ્રાભિષેક" કરી લમ્પી વાઈરાસ મહામારી માં થી ગૌ માતા ને મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરી અને શ્રાવણ માસ ની અમાસ ના દિવસે "રુદ્ર-યજ્ઞ" કર્યો કર્ણદેવસિંહ પોતાના ના સુખ અને વૈભવી જીવન છોડી આ અનુષ્ઠાન શરુ કર્યું અને વાળી વિસ્તાર માં સ્થિત ખીમેશ્વર મહાદેવનું મંદિર જ્યાં કોઈપણ સુવિધાઓ ના હોઈ અને રહેવા માટે પણ એક જર્જરિત ઓરડી માં રહ્યા અને અનુષ્ઠાન પૂર્ણ કર્યું, આ તકે કર્ણદેવસિંહ એ જણાવ્યું કે આ અનુષ્ઠાન દરમ્યાન તમામ દુર્ગુણો કામ, ક્રોધ, મોહ, તમામ ઇચ્છાઓ અને મહત્વકાંક્ષા ઓ જીવન માં થી દુર થઇ ગઇ તેમને ખાસ જણાવ્યું કે હવે કોઈ ઈચ્છા કે મોહ રહયો નથી જીવન નું સત્ય સુ છે તે સમજાઇ ગયું છે અને અનુષ્ઠાન દરમિયાન તેમની ખુબજ પરીક્ષાઓ પણ થઈ તેમના પગ ની એકદમ નજીક થી 12 ફુટ જેવો સર્પ નીકળી ગયો, કર્ણદેવસિંહ ના ખાટલા નીચે થી સર્પ નીકળ્યો અને પકડનાર કોઈ ના હોઈ અને દર્શન કરવા આવનાર કોઈ પણ ભક્તો ને હાનિ ના થાય તે માટે કર્ણદેવસિંહ એ જાતે સર્પ પકડી દુર મૂકી આવેલા એક વાર તેમના પગ પાસે જ વીંછી પણ નીકળી ગયો આવા અનેકો બનાવ બન્યા અને ખીમેશ્વર મહાદેવ મંદિર જ્યાં કોઈપણ વ્યક્તિ રાત્રી ના રહી નથી શકતું ત્યાં આવી તમામ બાધાઓ ને પાર પાડી કર્ણદેવસિંહ એ ગૌ માતા માટે અનુષ્ઠાન રૂપી તપસ્યા પૂર્ણ કરી અને અમાસ ના દિવસે "રુદ્ર યજ્ઞ" કર્યો જેમાં ખુબજ મોટી સંખ્યામાં જામનગર ના તમામ નામાંકિત લોકો, રાજકીય આગેવાનો અને હિન્દુ-મુસ્લિમ સમાજ ના લોકો જ્ઞાતિ જાતિ ના ભેદભાવ ભૂલી કર્ણદેવસિંહ સાથે યજ્ઞ માં આહુતિ આપી અને ગૌ માતા માટે પ્રાર્થના કરી, કર્ણદેવસિંહ એ પોતાના સંકલ્પ મુજબ અનુષ્ઠાન અને યજ્ઞ પૂર્ણ કરી ત્યાં થી સીધા ગધેથડ ગાયત્રી આશ્રમ જઈ સંતશ્રી લાલબાપુ અને રાજુભગત ના આશિર્વાદ લીધા હતા..
આ યજ્ઞ માં કર્ણદેવસિંહ ના પુત્ર અભિમન્યુસિંહ, નાના ભાઈ ધર્મરાજસિંહ, માતા પિતા, પરિવારજનો, કુટુંબીજનો અને જિલ્લા કૉંગ્રેસના પ્રમુખશ્રી જીવણભાઈ કુંભરવાડીઆ, શહેર પ્રમુખ દિગુભા જાડેજા, ધારાસભ્યશ્રી ચિરાગભાઈ કાલરિયા, પ્રવીણભાઈ મૂછડીયા, લોહાણા સમાજ ના અગ્રણી જીતુભાઇ લાલ, ભીખુભાઇ વારોતરીઆ, ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ના પુત્ર જગદીશસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી લગધિરસિંહ જાડેજા, પ્રભાતભાઈ જાટીયા, કૉંગ્રેસ અગ્રણી બીપેન્દ્રસિંહ જાડેજા, જે.ટી પટેલ, જિલ્લા ભાજપ ના મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, ખુમાનસિંહ સરવૈયા, ક્ષત્રીય મહાસભા ના પ્રદેશ અધ્યક્ષ ગોવુભા જાડેજા, ધારાસભ્ય હકુભા જાડેજા ના પી.એ પ્રવિણસિંહ જાડેજા, વી.ડી જાડેજા, ભરતસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, સહદેવસિંહ વાળા, રાજવી પરિવાર ના વિજયરાજસિંહજી (ગોપાલ દાદા), કોર્પોરેટરશ્રી આનંદભાઈ રાઠોડ, રચનાબેન નંદાણીયા, ધવલભાઈ નંદા, જિલ્લા કૉંગ્રેસના મહિલા પ્રમુખ રીટાબા જાડેજા, રંજનબેન ગજેરા, આનંદભાઈ ગોહિલ ગરબી મંડળ ના રાજુભાઇ જોશી, કાંતુભા જાડેજા, દિલીપસિંહ જેઠવા, ઘનશ્યામસિંહ, પી.એમ જાડેજા, કનકસિંહ જેઠવા, ઉપેન્દ્રસિંહ જાડેજા, પ્રદીપસિંહ વાળા, ચંદ્રસિંહ જાડેજા, એડવોકેટ જ્યેન્દ્રસિંહ ઝાલા, પ્રરાક્રમસિંહ ચુડાસમાં, પી.એ વાડોદરિયા, શક્તિસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા, ઋષિરાજસિંજ જાડેજા, હરપાલસિંહ જાડેજા, પદુભા જાડેજા, ગૌ-સેવકો, સમાજ સેવકો, રાજપૂત સમાજ અને દરેક સમાજ ના આગેવાનો, ભાજપ-કૉંગ્રેસ ના રાજકીય આગેવાનો પક્ષ-પાત ભૂલી યજ્ઞ માં હાજરી આપી યજ્ઞ માં આહુતી આપી ગૌ-માતા માટે પ્રાર્થના કરી આ ઉપરાંત યજ્ઞ માં ખાસ મુસ્લિમ સમાજ ના પ્રમુખ શ્રી જુમાભાઈ ખફી, જિલ્લા પંચાયત કાસમભાઈ ખફી, કોર્પોરેટરશ્રી અલ્તાફભાઈ ખફી, જેનબબેન ખફી, યુસુફભાઈ ખફી, યુથ કૉંગ્રેસના પ્રમુખ તોસિફખાન પઠાણ , સિક્કા ના કાદરબાપુ અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ ના આગેવાનો એ હાજરી આપી કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, અને પ્રેસ અને ઈલેકટ્રોનિક મીડિયા માં ના પત્રકારો અને પોલીસ ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓ અને જામનગર ના નામી-અનામી વ્યક્તિઓ અને ખીમરાણા અને આસપાસના ગ્રામજનો ખુબજ બોહળી સંખ્યામાં માં હાજરી આપી યજ્ઞ માં આહુતિ આપી ગૌ માતા માટે પ્રાર્થના કરી અને કર્ણદેવસિંહ નું સન્માન કર્યું આ તકે કર્ણદેવસિંહ એ બધા નો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.
કર્ણદેવસિંહ જાડેજા
વર્ડ પાવર લીફટિંગ ચેમ્પિયન
ચેરમેન - કર્ણ- ધર્મ ફોઉન્ડેશન
કા.પ્રદેશ અધ્યક્ષ - રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના
વાઇસ ચેરમેન - ગુજરાત પ્રદેશ કિસાન કૉંગ્રેસ