રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાને લઇ હાઇકોર્ટ આકરાપાણીએ જોવા મળી રહી છે અને સમયાંતરે તંત્રને કાન આમળ્યા છે રખડતા ઢોર મુદ્દે કામગીરીને લઇ હાઇકોર્ટ હજુ પણ નારાજ ચાલી રહી છે કડકમાં કડક હાથે કાર્યવાહી કરવા આદેશ કર્યા છે. રાજ્ય સરકાર દ્રારા કરવામાં આવેલી ઢોર પકડવાની કામગીરીને લઇ માલધારી સમાજ રોષ ભભૂકી ઉઠ્યો છે અને સરકાર સામે બાયોં ચડાવી છે 2 સપ્ટેમ્બરના રોજ માલધારી સમાજ દ્રારા વેદના રેલી યોજવામાં આવી છે.જયાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી માલધારીઓ મોટીં સંખ્યામાં રેલીમાં જોડાશે

આ અંગે આજે માલધારી સમાજ દ્રારા ચૂંટણી ટાણે સરકાર સામે નારાજ પણ જોવા મળી રહી છે અને કોંગ્રેસ સાથે આજે બેઠક પણ યોજી હતી માલધારી વેદના રેલી અંગે માલધારી સમાજના અગ્રણી નાગજી દેસાઇ જણાવ્યુ કે 2 સપ્ટેમ્બરના રોજ બપોરે 11 વાગ્યે બાપુનગરના ભીડભંજન ખાતેથી સરસપુર ,કાલુપુર, રાયપુર, આસ્ટોડિયા દરવાજા થી કોર્પોરેશન ઓફિસ થઇ ભદ્રકાળી મંદિર ખાતે સમાપ્ત થશે જેમા માલધારી સમાજ પોતની વેદના સરકાર સુધી પહોંચાડશે

નાગજી દેસાઇએ વધુમાં જણાવ્યુ હતુ કે માલધારીની વેદના સંભાળો અમને ખુશ નથી થતા કે નિર્દોષના જીવ જાય અમે પણ આ બાબાતે ઘણા દુખી છે સરકાર દ્વારા શહેરમાં ગામડાઓ માં ભેળવી શહેરીકરણ કરવામાં આવે છે, જે મહેરબાની કરી ના ભેળવશો. જો ભેળવો તો માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપો રખડતા ઢોર નિયંત્રણ કાયદો જયારે સરકાર લાવી હતી તેના બીજા દિવસે માલધારી સમાજ ભારે રોષ જોવા મળ્યો હતો અને ઠેર ઠેર આંદોલન મંડાણ જોવા મળ્યા હતા જો હાઇકોર્ટની ટકોર બાદ ફરી એકવાર રાજ્યસરકાર એકશનમોડમાં જોવા મળી રહી છે.