સરથાણા સીમાડા નાકા પર આપના પ્રદેશ મહામંત્રી પર જીવલેણ હુમલો કરવામાં આવતા વાતાવરણ ગરમાયું.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

સરથાણા સીમાડા નાકા પર આપના પ્રદેશ મહામંત્રી પર જીવલેણ હુમલો કરવામાં આવતા વાતાવરણ ગરમાયું.

 સરથાણા સીમાડા નાકા પાસે આમ આદમી પાર્ટીના પ્રદેશના મહામંત્રી મનોજ મનોજ સોરઠીયા પર હુમલા ની ઘટના બનતા મામલો ગરમાયો હતો જોકે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મામલો ભારે જહેમત બાદ થાળે પાડ્યો હતો. અને 108 મારફતે મનોજ સોરઠીયાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 સરથાણા પોલીસ મથકના સંબંધીત સૂત્રો પાસેથી મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના સરથાણા સીમાડા નાકા ખાતે આવેલા ગણેશ પંડળ ની મુલાકાતે આવેલા 

 આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર મોડી રાત્રે જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી હતી.

 8 થી 10 જેટલા ઈસમો દ્વારા લાકડા અને લોખનડ થી મનોજ સોરઠીયા પર તૂટી પડ્યા હતા અને જીવલેણ હુમલો કર્યો હતો, જ્યારે આ ઘટનામાં મનોજ સોરઠીયાને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી, તેથી તેને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

 જો કે આ ઘટના બનતા ની સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને અને ભારે હોબાળો તેમના દ્વારા બચાવવામાં આવ્યો હતો.

 જોકે હુમલા ખોરો પોલીસ આવે તે પહેલા જ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે આપના કાર્યકર્તાઓ ભારે રોશે ભરાયા હતા જેઓને પોલીસ દ્વારા ભારે જહેમત બાદ મામલો થાળે પાડ્યો હતો.

 ભારે સમજાવટ બાદ આમાંથી પાર્ટીના કાર્યકર્તાઓ શાંત થયા હતા 

 જોકે કાર્યકર્તાઓ દ્વારા ભાજપ પર આક્ષેપો કરવામાં આવ્યા છે જે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે